ભારતનું ડ્રગ રેગ્યુલેટર (દવા નિયમનકાર) ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ખાંસીની દવાના ઉપયોગને નિરુત્સાહિત કરવા માટે તેના લેબલિંગમાં ફરજિયાત ફેરફારો કરવાનું વિચારી રહ્યું છે. આ પ્રસ્તાવમાં લેબલ પર શાળાએ જતા બાળકોનું ચિત્ર મૂકવાની પણ વાત કરવામાં આવી છે, જેથી એ સ્પષ્ટ કરી શકાય કે આ દવા મોટી ઉંમરના બાળકો માટે છે, ન કે શિશુઓ કે નાના બાળકો (ટોડલર્સ) માટે.
આ પગલું શિશુઓ અને નાના બાળકોને ખાંસીની દવા લખી આપવા અંગેની સતત ચિંતાઓને પગલે લેવામાં આવી રહ્યું છે; નોંધનીય છે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) દ્વારા ઓક્ટોબર 2025માં આવી પ્રેક્ટિસ સામે સલાહકારી સૂચના (એડવાઈઝરી) જારી કરવામાં આવી હતી.
પ્રસ્તાવ મુજબ, “બોટલના લેબલ પર નીચે મુજબની ચેતવણી લાલ રંગમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવી શકે છે: ’ચેતવણી: 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ખાંસીની દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં’.” તેમાં વધુમાં જણાવાયું છે કે, “આ ઉપરાંત, બોટલના લેબલ પર શાળાએ જતા બાળકોનું ચિત્ર પણ સામેલ કરી શકાય છે જેથી એ વાત પર ભાર મૂકી શકાય કે આ ઉત્પાદન મોટી ઉંમરના બાળકો માટે છે અને નિર્ધારિત ઉંમરથી નાના બાળકોમાં તેના ઉપયોગને નિરુત્સાહિત કરી શકાય.” આ પ્રસ્તાવ વિચારણા માટે ડ્રગ્સ ક્ધસલ્ટેટિવ કમિટી (DCC) સમક્ષ મૂકવામાં આવ્યો છે અને તેમાં ’ડ્રગ્સ રૂૂલ્સ, 1945’ના નિયમ 96માં સુધારાની માંગ કરવામાં આવી છે.
