રાજકોટની મોડેલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વડોદરાના વેપારીનો આપઘાતનો પ્રયાસ

વડોદરાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવી આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ વેપારીની પત્નીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશને રાજકોટની મોડેલિંગનું કામ કરતી યુવતી સામે લેખિતમાં ફરિયાદ આપી…

વડોદરાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવી આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ વેપારીની પત્નીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશને રાજકોટની મોડેલિંગનું કામ કરતી યુવતી સામે લેખિતમાં ફરિયાદ આપી છે.
પાર્થ પરીખની પત્નીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિ પાર્થ શાકભાજીની દલાલીનો વ્યવસાય કરવા સાથે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. ધંધાકીય કામ માટે પાર્થનો સંપર્ક રાજકોટની મોડલ ઈશા (નામ બદલ્યું છે) સાથે થયો હતો. ઈશાએ કલર ચેનલની એક સિરિયલના એપિસોડ માટે રાજકોટ ખાતે શૂટિંગ દરમિયાન નાસ્તા અને ભોજનનો ઓર્ડર આપ્યો હોવાનું પાર્થે જણાવ્યુ હતું. ઇવેન્ટના કામ અંગેનું જણાવી પાર્થે સસરા પાસેથી ₹8 લાખ અને પત્ની પાસેથી ₹5 લાખ લીધા હોવા છતાં તે માનસિક ટેન્શનમાં રહેતો હતો.

ગત 14 સપ્ટેમ્બરે પાર્થે પરિવાર પાસે વધુ પૈસાની માગ કરતા પરિવારે ઇનકાર કર્યો હતો, જેથી પાર્થ ઘરેથી જતો રહ્યો હતો અને તેના વોટ્સએપ સ્ટેટ્સ પર ’ડેથ ઈઝ ઈઝી ધેન’ લખ્યું હતું. આ અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશને જાણવાજોગ ફરિયાદ અપાઈ હતી. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે પાર્થે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાઓનો ઓવરડોઝ લઈ લીધો હતો. બીજા દિવસે તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઈશાએ પાર્થને પોતાની જાળમાં ફસાવી ખૂબ મોટી રકમ પડાવી, બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી આપઘાત માટે દુષ્પ્રેરણા આપી હોવાનો આક્ષેપ કરાયો છે.ગત 24 સપ્ટેમ્બરે પાર્થનું મરણોન્મુખ નિવેદન નોંધવામાં આવ્યું હતું. તબિયતમાં સુધારો થતા પાર્થે જણાવ્યું કે હેમાએ તેને હનીટ્રેપમાં ફસાવી દીધો છે, કોઈ લગ્નનું વચન આપ્યું નથી અને બ્લેકમેલ કરી પૈસા પડાવી લઈ વધુ પૈસાનું દબાણ કરતા આત્મહત્યાનું પગલું ભર્યું છે.

બીજી તરફ ઈશાએ પણ અગાઉ પાર્થ સામે રાજકોટ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પાર્થે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું અને ધંધા માટે પૈસાની જરૂૂર હોવાનું બહાનું કરી ₹9 લાખ પડાવી લીધા હતા.તેમજ જો ફરિયાદ કરશે તો તેના અંગત પળોના વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

પરિવારજનોના જણાવ્યા મુજબ,આ ફરિયાદ વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ કરવામાં આવી હતી.પાર્થ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં ઈશાએ સતત પૈસાની માગ કરી મેસેજ કર્યા હતા કે પૈસા આપી દે નહીં તો ભરત (ઈશાનો ભાઈ-રાજકોટ પોલીસમાં નોકરી કરે છે) આવી પૈસા લઈ જશે. આ ઉપરાંત તેણે મેસેજમાં તારે પણ દીકરી છે અને તે બીમાર છે યાદ રાખજે તેવી ધમકી આપી હતી.ઈશાના માનસિક ત્રાસના કારણે પાર્થે વધારે માત્રામાં દવાઓ લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોઈ હાલ તે આઈસીયુમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *