ગીર સોમનાથ જિલ્લામાં પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ

ગીર સોમનાથ જિલ્લામાં અનેક પવિત્ર યાત્રાધામ સ્થળનો સમાવેશ થાય છે. તેમજ આ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. જિલ્લામાં આવેલ ક્રિટિકલ…

ગીર સોમનાથ જિલ્લામાં અનેક પવિત્ર યાત્રાધામ સ્થળનો સમાવેશ થાય છે. તેમજ આ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા કુલ 34 સ્થળોને ઈન્સ્ટોલેશન રેડ ઝોન/યેલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ તમામ સ્થળોએ પરવાનગી વગર ડ્રોન(ઞઅટ)ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ જાહેરનામા અનુસાર, જિલ્લાના રેડ ઝોન, ગ્રીન ઝોન અને યેલ્લો ઝોનમાં મૂકવામાં આવેલા કુલ 34 સ્થળોએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ ન થાય તે અનુસાર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.

આ સ્થળોમાં સોમનાથ મંદિર, ભાલકા મંદિર, સ્પેશ્યિલ બ્યૂરો ઓફિસ (સુત્રાપાડા), કોસ્ટગાર્ડ સ્ટેશન(વેરાવળ), વેરાવળ-તાલાલા-ઉના સબ જેલ, વેરાવળ-ઉના જિલ્લા ન્યાયાલય, કલેક્ટર ઓફિસ(ઈણાજ), જિલ્લા પોલીસવડાની કચેરી, વેરાવળ અને છારા બંદર, વેરાવળ-પ્રભાસપાટણ 66 કે.વી. સબસ્ટેશન, કંસારી-ટિંબડી 220 કે.વી. સબસ્ટેશન, 132 કે.વી.સબસ્ટેશન તાલાલા, વેરાવળ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, લાઈટ હાઉસ, માઈક્રોવેવ ટાવર, ઈન્ડિયન રેયોન ઉદ્યોગ, વોટર ટેન્ક, લોકોશેડ, તાલાળા હિરણ ડેમ-2, નવાબંદર લાઈટ હાઉસ, માઈક્રોવેવ ટાવર વેરાવળ અને ઉના, અંબુજા સિમેન્ટ કોડિનાર, સિદ્ધિ સિમેન્ટ સૂત્રાપાડા, જી.એચ.સી.એલ. સુત્રાપાડા, ઉના બ્રિજ નં.340, વોટર ટેન્ક વેરાવળ અને લોકોશેડ વેરાવળના સ્થળનો સમાવેશ થાય છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.22 ફેબ્રુઆરીથી દિન-60 સુધી અમલમાં રહેશે.ગીર સોમનાથ જિલ્લામાં આવેલા જળાશયોના સ્થળોએ જતી વખતે લોકો સ્થળ પરની સુરક્ષા બાબતે સજાગ રહે તેમજ આવા ભયજનક સ્થળોએ કોઈપણ પ્રકારની આકસ્મિક તથા ગંભીર ઘટનાઓ બનતી અટકાવવાના ભાગરૂૂપે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જળાશયો, નદી, તળાવ, નહેર, દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *