NSAA ગ્રૂપમાં પત્રકારને જોડી દેવાતાં અમેરિકાનો વોર પ્લાન લીક

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની એક મોટી ભૂલ સામે આવી છે. અહીંના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ બાબતોને લગતી માહિતી ધરાવતા એક ગ્રૂપ ચેટમાં એક પત્રકારને જોડી…

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની એક મોટી ભૂલ સામે આવી છે. અહીંના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ બાબતોને લગતી માહિતી ધરાવતા એક ગ્રૂપ ચેટમાં એક પત્રકારને જોડી દીધા. હવે આનો ખુલાસો ખુદ પત્રકારે કર્યો છે. જેફરી ગોલ્ડબર્ગ ધ એટલાન્ટિક મેગેઝિનના એડિટર ઈન ચીફ છે. તેમણે મેગેઝિનની એક કોલમમાં પોતે ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સાથેના ગ્રૂપ ચેટમાં સામેલ હોવાનું જણાવ્યું છે. આ ગ્રૂપ ચેટ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર માઈક વોલ્ટ્ઝે બનાવ્યું હતું.

જેફરી ગોલ્ડબર્ગે ધ એટલાન્ટિકના પોતાના ઓપિનિયન સેક્શનમાં જણાવ્યું કે, 11 માર્ચ 2025ના રોજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડિફેન્સ સેક્રેટરી પીટ હેશટેગ મેસેજિંગ એપ સિગ્નલના એક ગ્રૂપ ચેટમાં અમેરિકા દ્વારા હૂતી વિદ્રોહીઓ પર કરવામાં આવેલા હુમલા વિશે જાણકારી આપી. મને આ હુમલાની જાણકારી બે કલાક પહેલા જ થઈ ચૂકી હતી. પહેલા મને લાગ્યું કે, કદાચ મને ટ્રેપ કરવા માટે કોઈ પીટ હેશટેગની નકલ કરી રહ્યું હોય, પરંતુ બાદમાં મામલો કંઈક બીજો જ નીકળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *