ગુજરાત
રંગીલો રાસમાં શહેરીજનો ઝુમ્યા: ટર્ફ ટાઉન ક્રિકેટ બોક્સ હાઉસફુલ
મીડિયા પાર્ટનર જામનગર મિરર સાથે ફેનિલ પટેલ આયોજિત રંગીલો રાસ નવરાત્રી આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર
જામનગરમાં રંગીલો રાસ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની ભારે ઉમટી પડી છે. નવરાત્રિના તહેવારમાં જામનગરમાં રંગીલો રાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં જામનગરવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, અને ટર્ફ ટાઉન ક્રિકેટ બોક્સ હાઉસફુલ થઈ ગયું હતું. ખેલૈયાઓએ મસ્તીમાં ડૂબીનેરાસની રમઝટ માણી રહ્યા છે. રંગીલો રાસમાં ફેનીલ પટેલ, મીત રાવલ અને ઈલેશ મકવાણા જેવા આયોજકોએ નવું સાહસ કર્યું હતું અને તેઓ સફળ થયા છે.
પ્રીમિયમ નવરાત્રિના આયોજનમાં મીડિયા પાર્ટનર તરીકે જામનગર મિરર ન્યુઝ જોડાયું હતું. જેના કારણે આ કાર્યક્રમ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રંગીલો રાસનો ડંકો જામનગર જિલ્લાભરમાં ફરી વળ્યો છે. અને સૌથી વધારે ખેલૈયાઓને રમવામાં મોજ પડી રહી છે. આ સમગ્ર આયોજન હેમઝ ઈવેન્ટ્સ પ્રા. લિ. દ્વારા ડીજેનુ સંચાલન કરવામાં આવી રહ્યુ છે.
ગુજરાત
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલ હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા વસૂલ કરીને હેતુફેર N.A. કરી અપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે.
તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે તેવી જમીનમાં હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦% પ્રિમીયમની રકમ વસુલ કરીને રીવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે.
એટલું જ નહીં, જે કિસ્સાઓમાં પ્રિમીયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં.મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા તથા ત્વરિતતા આવશે તેમજ રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે.
ગુજરાત
દારૂડિયા પતિના મારથી બચવા ભાગેલી પત્ની ત્રીજા માળેથી પટકાઇ
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં દારૂૂડિયા પતિએ પત્નીને માર માર્યો હતો. પતિના મારથી બચવા ભાગેલી પત્ની અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા તેણીને ઇજા પહોંચી હતી. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતી દુર્ગાબેન પ્રવીણભાઈ ઠુંમર નામની 30 વર્ષની પરિણીતા બે દિવસ પૂર્વે સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે ત્રીજા માળેથી અકસ્માતે નીચે પટકાઈ હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં દુર્ગાબેન મૂળ મહારાષ્ટ્રની વતની છે. અને તેના પ્રવીણ ઠુમ્મર સાથે લગ્ન થયા હતા. પ્રવીણ ઠુમ્મરને પાનની દુકાન છે. અને તેણીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ પ્રવીણ ઠુમ્મર દારૂૂના નશામાં માર મારતો હતો. તે દરમિયાન પતિના મારથી ભાગવા જતા દુર્ગાબેન અકસ્માતે ત્રીજા માળેથી પટકાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યો
શહેરમાં ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી રૂા. 16.21 લાખનો ધુંબો મારી દઈ છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટ હોલસેલ રેડીટાઈલ મરચન્ટ એસો.ના સભ્યો પાસેથી જથ્થાબંધ રેડીમેઈડ કપડાનીખરીદી કરી આરોપીઓ પરિવાર સાથે ભાગી જતાં ભોગબનનાર વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી.
જાણવા મળતી વિગત મુજબ 80 ફૂટ રોડ પર સત્યપાર્ક શેરી નં. 3માં રહેતા કાપડના વેપારી એન ધર્મેન્દ્ર રોડ પર આવેલા રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મરચન્ટ એસોસીએશનના સભ્ય ગીરીશભાઈ ડાયાભાઈ સોલંકીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેન્દ્ર રોડ પર મનીષ ટ્રેડીંગ નામે દુકાન ધરાવતા વેપારી બંધુ મનીષ હસમુખભાઈ ઉનડકટ અને જયદીપ ઉર્ફે જોલી હસમુખભાઈ ઉનડકટના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 20-9-22થી 11-10-24 સુધીમાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂા. 4,04,122નો રેડીમેઈડ કપડાનો માલ ખરીદી રૂા. 1,10,313 આપ્યા હતાં એન બાકીના રૂા. 2,93,809 આપ્યા હતાં.
આ ઉપરાંત આરોપીઓ એસોસીએશનના અન્ય વેપારીઓ એડી. બ્રધર્સના અલ્પેશભાઈ મૃગ પાસેથી રૂા. 1,16,242, અંજલી ગારમેન્ટવાળા ભાવેશભાઈ મૃગ પાસેથી રૂા. 2,28,548, વિશાલ ટ્રેડર્સ વાળા દિલિપભાઈ પુરોહિત પાસેથી રૂા. 26,625, રાજેશ ટ્રેડલીંક વાળા દેવેનભાઈ દોશી પાસેથી રૂા. 61,762, રાધીકા એન્ટરપ્રાઈઝવાળા નીમેષભાઈ દેસાઈ પાસેથી રૂા. 34,907, બાલાજી એન્ટરપ્રાઈઝ વાળા હસમુખભાઈ દેસાઈ પાસેથી 1,82,589, વર્ધમાન ટ્રેડીંગ વાળા વિપુલ રૂપાણી પાસેથી રૂા. 3,22,503, કોલેજિયન કલેક્શન વાળા ધવલભાઈ વાઘેલા પાસેથી રૂા. 60,075, આદીત્ય શર્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂા. 2,41,953 અને 3ડી પ્રોડક્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂા. 53,269નો માલ લઈ રૂપિયા ચૂકવ્યા ન હતાં.
અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં આરોપી બંધુ રૂપિયા આપતા ન હતા અને બંને આરોપી પોતાના પરિવાર સાથે ભાગી ગયા હોય જેથી ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી બંધુ સામે રૂા. 16.21 લાખની છેતરપીંડી કર્યાનો ગુનો નોંધી પીએસઆઈ બી.એચ. પરમારે તપાસ હાથ ધરી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?
-
ગુજરાત2 days ago
મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
-
ગુજરાત2 days ago
પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ
-
ગુજરાત2 days ago
રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી
-
ક્રાઇમ2 days ago
સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો
-
ગુજરાત2 days ago
એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન
-
ગુજરાત2 days ago
પોરબંદરના ડ્રગ્સનો રેલો દાઉદ સુધી પહોંચ્યો, હાજી સલીમ શંકાના દાયરામાં
-
Sports2 days ago
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે