પ્રાંત અધિકારી, મામલતદારે દબાણકર્તાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપતા ટ્રાફિક સમસ્યા હળવી થયાની સંભાવના
ઉપલેટા શહેરમાં ઠેક ઠેકાણે ફૂટપાથો તેમજ જાહેર રોડ રસ્તાઓ વગેરે સ્થળે દબાણકર્તાઓ દ્વારા યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવેલ હતા જેને નગરપાલિકા તંત્ર દૂર કરવામાં અસમર્થ થઈ ગયું હતું ત્યારે ધોરાજી શહેરમાં એક મહિના પહેલા ધોરાજી શહેરમાં દબાણ કામગીરી દુર કરી ધોરાજી શહેરમાં દબાણો કરનારાઓ સામે કાર્યવાહી કરી દૂર કરવાની કામગીરી થઈ ગઈ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની ઢીલી નીતિ તેમજ રાજકીય આકાઓના તથા વિશેષ સમુદાયના પ્રેસરને કારણે ઉપલેટા નગરપાલિકા તંત્ર આ કામગીરી કરવામાં વામણું પુરવાર થઈ ગયું હતું ત્યારે રેવન્યુ અધિકારીઓ ધોરાજી પ્રાંત અધિકારી નગાજણ તરખાલા અને ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા તેમજ પીઆઈ બી. આર. પટેલ તથા પીએસઆઈ સંજય ભટ્ટ સહિતના અધિકારીઓની મદદ વડે છેવટે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા તેમજ ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયા દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉપલેટા શહેરના કટલેરી બજાર, મુખ્ય રાજમાર્ગ, ત્રણ કમાન વિસ્તાર, જીકરીયા ચોક, ભાદર રોડ, પોરબંદર રોડ, બડા બજરંગ રોડ, ભાદરચોક, પંચહાટી વિસ્તાર, ધોરાજી દરવાજા સહિતના અનેક વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ કરનારાઓ સામે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્રણ કમાન વિસ્તારમાં આવેલ લાલાભાઈ મુરઘી વાળાને ઘણા વર્ષોથી નડતરરૂૂપ રાખેલી પોતાની કેબિન રસ્તા આડેથી હટાવવા અનેકવાર પોલીસ તંત્ર તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા અઠવાડિયા અગાઉથી નોટિસ આપીને કામગીરી કરવા ગઈ હતી પરંતુ હટાવેલ ન હતી તેમજ તાજેતરમાં નગરપાલિકા દ્વારા ત્રણ કમાન અંદરમાં સીસી રોડ બનાવેલ પરંતુ તેની કેબિન હટાવેલ ન હતી જેને લઈને નગરપાલિકા તંત્ર પણ મજબૂર બનીને ક્ષોભમાં મુકાઈ ગયું હતું કારણ કે એક સામાન્ય માથા ફરેલ વ્યક્તિનું પોલીસ તંત્ર કે નગરપાલિકા તંત્ર કઈ કરી શકતું ન હતું ત્યારે આખરે રેવન્યુ અધિકારીઓ ધોરાજી પ્રાંત અધિકારી નગાજણ તરખાલા અને ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ શખ્સ દ્વારા પણ તેમની કામગીરીની ફરજમાં રૂૂકાવટ કરી બબાલ કરતાં તેની અટકાયત કરવાના પણ પગલા લેવા પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હજુ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી. જો કે દબાણ હટાવવાની કામગીરી હાલ ચાલુ જ છે પણ ઘણા સ્થળોએ દબાણ હટાવવાની કામગીરી બાકી છે ત્યાં કામગીરી કરવામાં આવશે કે મગર મચ્છો ને પડતા મૂકીને નાની નાની માછલીઓને પકડીને નગરપાલિકા તંત્ર સંતોષ માનશે એ હવે જોવાનું રહ્યું તેવો સવાલ લોક મુખે હાલ ઉપલેટા શહેરના બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યો છે.
