રાજકોટમાં બપોરે ફરી કમોસમી વરસાદ, કરા પણ પડ્યા

રાજકોટમાં ગઈકાલે બપોરે અને રાત્રે કમોસમી વરસાદ ખાબકયા બાદ આજે બપોરે અઢી વાગ્યા બાદ ફરી કમોસમી વરસાદે સટાસટી બોલાવી હતી. કાળા ડિબાંગ વાદળો અને ભારે…

રાજકોટમાં ગઈકાલે બપોરે અને રાત્રે કમોસમી વરસાદ ખાબકયા બાદ આજે બપોરે અઢી વાગ્યા બાદ ફરી કમોસમી વરસાદે સટાસટી બોલાવી હતી. કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાતે કરાનો વરસાદ પડતાં વાતાવરણ ટાઢૂ બોર થઈ ગયું હતું.

આજે સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોરે 2.40 કલાકે શહેરના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. બરફના કરા સાથે જોરદાર વરસાદ પડતાં રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતાં. વરસાદ સાથે અચાનક કરાનો વરસાદ પણ ખાબકતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો કરાથી બચવા સલામત છાપરાઓમાં ભરાઈ ગયા હતાં.

ગઈકાલે પણ બપોરે અને રાત્રે કમોસમી વરસાદ પડયો હતો અને સવાર સુધીમાં શહેરના પૂર્વ તથા પશ્ર્ચિમ વિભાગમાં અડદો ઈંચ અને સેન્ટ્રલ ઝોનમાં પાંચ મી.મી.રસાદ નોંધાયો હતો. આજના વરસાદના કારણે વાતાવરણ ટાઢુ બોળ થઈ ગયું હતું અને બે દિવસમાં જ તાપમાન 10 ડિગ્રી ઘટી ગયું હતું. બે દિવસ પહેલા 43 ડિગ્રી તાપમાન હતું જ્યારે ઓ બપોરે અઢી વાગ્યે તાપમાન 33 ડિગ્રી નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *