ચાંદીમાં પણ રૂા.3300 વધતા નવો ભાવ 2.18 લાખને પાર
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની જોરદાર ખરીદીના પગલે સોનાના ભાવમાં મોટો વધારો નોંધાયો છે આજે માર્કેટ ખુલતા ની સાથે જ એમસીએક્સ માં સોનાનો ભાવ 1,38,000 ને પાર થઈ ગયો હતો અને રાજકોટની બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,41,000 ઉપર જોવા મળ્યો હતો.
છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં 300 ડોલરનો વધારો નોંધાયો છે. અત્યારે સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ 4400 ડોલર સુધી પહોંચી ગયો છે. આજે પણ સોનુ 30 ડોલર સુધી વધ્યું હતું. અત્યારે સોનાનો ભાવ થી દિવાળી સુધીમાં ભાવ કેટલો પહોંચશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે.
આજે સોનામાં 1700 રૂૂપિયા અને ચાંદીમાં 3300 રૂૂપિયાનો વધારો નોંધાયો છે સોનું એમસીએક્સ માં 1,38,250 ઉપર પહોંચ્યું છે જ્યારે રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,41,250 એ પહોંચ્યો છે.
ચાંદીમાં પણ એમસીએક્સમાં આજે 3300 રૂૂપિયાનો વધારો થયો છે. રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ આજે 2,18,650 સુધી પહોંચ્યો છે.બીજી બાજુ શેર બજારમાં સતત ત્રણ દિવસ વધારો થયા બાદ આજે સેન્સેક્સ 200 પોઇન્ટ અને નિફ્ટી 50 પોઇન્ટ તૂટ્યા હતા.
