ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવે ના કોન્ટ્રાક્ટર કળથીયા એન્જિનિયરિંગ કંપનીને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડ એ નેશનલ હાઇવેના કામમાં બરુલા ગામના તળાવમાંથી માટી કાઢવા આપેલી મંજૂરીનો. આ મંજૂરીમાં પારદર્શક ભ્રષ્ટાચાર કરવા ખોટા વહીવટને સાચો દર્શાવવા અને જવાબદારીમાંથી છટકવા માટે એક વિભાગ માંથી બીજા વિભાગને પત્રો દ્વારા સાચી ખોટી માહિતી અપાયા બાદ છેવટે ગીર સોમનાથ જિલ્લા કલેકટરે ઓક્ટોબર 2024 ના એક પત્રથી ચીફ એન્જિનિયરિંગ (પંચાયત) અને અધિક સચિવ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા ગાંધીનગરને પંચાયત વિભાગ ગીર સોમનાથ હસ્તકના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલા તળાવમાંથી માટી કાઢવા માટે આપેલી મંજૂરી અને આ માટેની કરોડો રૂૂપિયાની રોયલ્ટી નહીં ભર્યા હોવાના આધાર પુરાવા સાથે સચિવને જાણ કરીને આ સિંચાઈ વિભાગના આ કાર્યપાલક ઇજનેર સામે પગલાં લેવા જણાવતા ખળભળાટ મચી ગયો હતો
એક વર્ષ પહેલા થયેલા ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટે તે માટે છેલ્લા છ માસથી કુલડીમાં ભંગાતો ગોળ ગાંધીનગર પહોંચ્યો છે ત્યારે ગાંધીનગરથી જવાબદારો સામે પગલાં લેવા શે કે પછી ત્યાં પણ કુલડીમાં ગોળ ભંગાશે તે આવનારા દિવસોમાં ખ્યાલ આવશે.
ખનીજ કાઢવાની મંજૂરી ની સત્તા ખાણ ખનીજ વિભાગને જ હોય છે ત્યારે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડ એ સુજલામ સુફલામ યોજના ના રૂૂપકડા બહાના હેઠળ યોજના શરૂૂ થાય તે પૂર્વે સાચું ખોટું કરીને સુત્રાપાડાના બરુલા ગામની તળાવમાંથી નેશનલ હાઇવે ના કામ માટે અમદાવાદની કળથીયા એન્જિનિયરિંગ એન્ડ ક્ધસ્ટ્રક્શન કંપનીને તારીખ 23 -12- 23 થી 31- 1- 24 સુધી માટી કાઢવાની મંજૂરી આપેલ જેમાં તળાવના પાળા ને કોઈ નુકસાન ન થાય તે રીતે માટી કાઢવાની હતી પરંતુ કળથીયા ઇન્જિનિયરિંગ કંપનીએ તળાવના પાળાને નુકસાન થવું હોય તો થાય પણ માટી તો કાઢી જ લેવાની લાયમાં તળાવના પાળા ને નુકસાન કરેલું..
