અભૂતપૂર્વ ચમત્કૃતિ: મોદીના એક હાથમાં ઇઝરાયેલી મેડલ, બીજામાં પેલેસ્ટાઇન સન્માન

ભારત કોઇ જૂથમાં નહીં ‘વિશ્ર્વબંધુ’ હોવાની વાત સાર્થક જેરૂસલેમમાં કૂટનીતિનો એ ચમત્કાર થયો, જેની કલ્પના પણ આધુનિક વિશ્વ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે. ઇઝરાયેલે પોતાની…

ભારત કોઇ જૂથમાં નહીં ‘વિશ્ર્વબંધુ’ હોવાની વાત સાર્થક

જેરૂસલેમમાં કૂટનીતિનો એ ચમત્કાર થયો, જેની કલ્પના પણ આધુનિક વિશ્વ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે. ઇઝરાયેલે પોતાની પરંપરાઓને તોડતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નેસેટ મેડલથી નવાજ્યા, જેને ટચ કરવાનું સૌભાગ્ય આજ સુધી દુનિયાના કોઈ પણ વિદેશી રાષ્ટ્ર પ્રમુખને નથી મળ્યું. પણ આ ગૌરવ ખાલી એક પદક સુધી મર્યાદિત નથી. આ એ શાનદાર સંતુલનની જીત છે, જેમાં એક હાથમાં ફિલિસ્તીનનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કોલર છે તો બીજામાં ઇઝરાયેલનો આ ઐતિહાસિક પદક. પીએમ મોદી આજે દુનિયાના એવા એકમાત્ર વિશ્વ બંધુ બનીને ઊભરી આવ્યા છે, જેમણે બોમ્બ ધડાકા અને વિવાદોથી ભરેલી મધ્ય પૂર્વની જમીન પર શાંતિ અને વિશ્વાસનો એક એવો પૂલ બનાવ્યો છે, જેના પર ચાલવું અશક્ય માનવામાં આવતું હતું.

પીએમ મોદીને મળેલા આ બંને સન્માન ભારતની ડી-હાઈફનેશન નીતિની એક શાનદાર સફળતા દર્શાવે છે. દાયકાઓથી ભારતની વિદેશ નીતિ ઇઝરાયેલ અને ફિલિસ્તીનના ચશ્માથી એકબીજાને જોતી હતી પણ મોદી સરકારે આ ધારણાને બદલી નાખી. ભારતે ઇઝરાયેલ સાથે પોતાની રણનીતિક અને ટેકનિકલ ભાગીદારીને મજબૂત કરી તો વળી ફિલિસ્તીન સાથે પોતાના ઐતિહાસિક અને માનવીય સંબંધોને પણ મજબૂતીથી નિભાવ્યા. એક તરફ ફિલિસ્તીનનું ગ્રાન્ડ કોલર અને બીજી તરફ ઇઝરાયેલનો નેસેટ મેડલ આ વાતને દર્શાવે છે કે દુનિયા હવે ભારતને કોઈ એક જૂથમાં નહીં પણ એક એવા વિશ્વ બંધુ તરીકે જુએ છે જે વિવાદોની વચ્ચે પણ પોતાના હિતો ને શાંતિના આદર્શો સાધવામાં સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *