કોઠારિયા સોલવન્ટ કારખાનામાં શ્રમિક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

શહેરમાં કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિકને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…

શહેરમાં કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિકને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શિતળાધાર 50 વારિયામાં રહેતા હરિ ભુરિયાચંદ મલાજ નામનો 25 વર્ષનો યુવાન કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ હાથમાં પહેરવાના કડા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં ચુનારાવાડમાં રહેતો રાહુલ સંજયભાઈ સોલંકી ઉ.વ. 19 રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ભક્તિનગર પાસે આવેલ આનંદ નગર આરએમસી હોલમાં હતો ત્યારે અકસ્માતે પગ લપસતા ત્રીજા માળેથી નિચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *