રાજુલા શહેરમાં આડેધડ પાર્કિંગ કેમેરા ટ્રાફિકને પ્રશ્નોને લઈને અવારનવાર ફરિયાદ ઉઠવા પામતી હતી પરિણામે રાજુલા પોલીસ મથકમાં આવેલા મહિલા પીએસઆઇ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ટ્રાફિક બાબતે કડક હાથે કામગીરી કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા ચાવડાના માર્ગદર્શન નીચે મહિલા પીએસઆઇ શિલ્પાબેન જાની દ્વારા રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ કરી હતી અને નડતરરૂૂપ વાહનો તેમ જ બેફામ ચાલતા વાહનો સામે તવાય હાજરી હતી જેમાં છેલ્લા ચાર દિવસમાં ત્રણ સવારી ફેન્સી નંબર બ્લેક ફિલ્મ સેલફોન અડચણ પાર્કિંગ કાર ફેન્સીંગ તેમજ વધુ પેસેન્જર ભરેલા હોય તેવા વાહનો ઉપર તવાય આદરવામાં આવી હતી
કુલ 102 પાવતી આપી અને 34,500 નો દંડ સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવી હતી અને છ વાહનો કલબ 207 મુજબ કરવામાં આવ્યા હતા મહિલા પીએસઆઇ જાની દ્વારા આ રીતે કડક સાથે કામગીરી હાથ ધરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે અને ટ્રાફિકના પ્રશ્ન બાબતે છેલ્લા ઘણા સમયથી જે રજૂઆત હતી તે નિકાલ થતાં શહેરીજનો દ્વારા પણ આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરે અને ચાલુ રાખે તેવી માંગણી ઉઠવા પામી છે
