2.10 કરોડની રેન્જરોવર બળદથી ખેંચી અનોખો વિરોધ

રાજકોટમાં અઢી વર્ષ પહેલા રૂા.2.10 કરોડના ખર્ચે રેન્જરોવર લકઝરી કાર ખરીદનાર ઉદ્યોગકાર એભલભાઇ જળુએ આટલી મોંઘી કારમાં ફૂટસ્ટેપના કાયમી સર્જાતા ધાંધિયાથી કંટાળી આજે કાર બળદથી…

રાજકોટમાં અઢી વર્ષ પહેલા રૂા.2.10 કરોડના ખર્ચે રેન્જરોવર લકઝરી કાર ખરીદનાર ઉદ્યોગકાર એભલભાઇ જળુએ આટલી મોંઘી કારમાં ફૂટસ્ટેપના કાયમી સર્જાતા ધાંધિયાથી કંટાળી આજે કાર બળદથી ખેંચી કંપનીનું ધ્યાન દોરવા અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

એભલભાઇ જળુએ જણાવ્યુ હતું કે, આ કાર તેમણે અઢી વર્ષ પહેલા ખરીદી છે અને શરૂઆતથી ફૂટસ્ટેપ ખુલતા નહીં હોવાથી અત્યાર સુધીમાં 17 વખત સર્વિસમાં મુકી છે અને છેલ્લા અઢી મહિનાથી શો રૂમ બહાર પડી છે છતા કંપનીવાળા જવાબ આપતા નથી તેથી ત્રાસી જઇને આ કાર્યક્રમ કરવો પડ્યો છે.

તેમણે જણાવ્યુ કે, રેન્જરોવર ખુલ ઉંચી કાર હોવાથી ફૂટસ્ટેપ વગર તેમા ચડવું-ઉતરવુ મુશ્કેલ થઇ જાય છે. તેથી ચડવા-ઉતરવા માટે અમારે બાજોટ ભેગો રાખવો પડે છે. ખાસ કરીને મહિલાઓને કારમાં ચડવા-ઉતરવામાં ભારે હાડમારી સર્જાય છે. આ ત્રાસ અંગે અવાર નવર કંપનીમાં ફરિયાદો કરવા છતા કોઇ રિસ્પોન્સ નહીં મળતા અનિચ્છાએ પણ કંપનીનો ફજે તો કરવો પડ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *