કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મકરસંક્રાંતિ પર્વની આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે સહભાગી થયા હતા. મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ- રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી હતી. સોસાયટીની મહિલાઓ અને બાળાઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી-મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવ્યા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મકરસંક્રાંતિ…
