દ્વારકા નજીક માલવાહક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત

દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર ચરકલા રેલમાર્ગ પર એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 30 થી 35 વર્ષની વયના આ અજાણ્યા યુવાનનું કોઈ…

દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર ચરકલા રેલમાર્ગ પર એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 30 થી 35 વર્ષની વયના આ અજાણ્યા યુવાનનું કોઈ કારણોસર માલવાહક ટ્રેનની ઠોકરે આવી જતા મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ રેલવેના એ.એસ.આઈ. હરેશભાઈ બગેલ દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે. જેથી પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.

આરંભડાના યુવાન ઉપર હુમલો: મહિલા સહિત પાંચ સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા સતિષભાઈ પરબતભાઈ સિંગરખીયા નામના 26 વર્ષના યુવાન સાથે બોલાચાલી કરી અને આ જ વિસ્તારમાં રહેતા ઘેલુ મનુભાઈ વેગડા, મનુભાઈ વેગડા, નાગુભાઈ મનુભાઈ, રાજુભાઈ મંગાભાઈ અને શીતલબેન મનુભાઈ વેગડા દ્વારા એકસંપ કરી, લાકડી અને ધોકા વડે બેફામ માર્યાની તથા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસમાં તકમાં નોંધાવવામાં આવી છે.આરોપી દ્વારા ફરિયાદી પરિવારની એક મહિલાને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરવામાં આવતા મેસેજ નહીં કરવા બાબતે ફરિયાદી સતિષએ સમજાવવા જતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આરોપીએ ફરિયાદી સતિષની મોટરસાયકલમાં તોડફોડ કરીને નુકસાની કર્યાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે બીએનએસ તેમજ એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *