જામનગરમાં આર્થિક ભીંસમાં બેરોજગાર યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

જામનગર શહેરના જલારામ પાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને આર્થિક સંકડામણ અને બેરોજગારીની ચિંતામાં જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ…

જામનગર શહેરના જલારામ પાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને આર્થિક સંકડામણ અને બેરોજગારીની ચિંતામાં જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ જલારામ પાર્ક નંદનપાર્ક-2 વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા (ઉ.વ. 32) છેલ્લા એકાદ મહિનાથી કામધંધો નિયમિત ન મળવાના કારણે માનસિક તણાવ અને ચિંતામાં રહેતા હતા.
પરિવારજનોના જણાવ્યા મુજબ આર્થિક પરિસ્થિતિને લઈને તેઓ અવારનવાર ચિંતિત રહેતા હતા.

ગઈકાલે રાત્રે પોતાના ઘરે રૂૂમમાં છતના પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં પરિવારજનોને ઘટનાની જાણ થઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે સ્થળ પર પહોંચેલા તબીબે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવ અંગે મૃતક ના પત્ની સ્વાતીબા દિવ્યરાજસિંહ ઝાલાએ પોલીસને જાણ કરતા સીટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ. પંકજભાઈ વાઘેલા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને આ બનાવ અંગે અકસ્માત મોત ની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કામધંધાની ચિંતા અને આર્થિક મુશ્કેલીને કારણે યુવાને આ પગલું ભર્યાનું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

કાલાવડના સતિયામાં ભેંસ આડી ઉતરતા બાઇકસવાર વૃધ્ધનું મોત
કાલાવડ તાલુકાના સતીયા ગામના એક ખેડૂત બુઝુર્ગનું માર્ગ અકસ્માતમાં ઈજા પામ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ કરશનભાઈ લાખાભાઈ ઝાપડા (ઉ.વ.66), રહે. સતીયા ગામ, પોતાના મોટરસાઇકલ પર વાડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સતીયા અને મોટી નાગાજર ગામ વચ્ચે ભંગના ખીજડા પાસે અચાનક એક ભેંસ રસ્તામાં આડી ઉતરી હતી.

જેના કારણે તેમની મોટરસાઇકલ ભેંસ સાથે અથડાઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ લાંબી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો દાખલો નોંધી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *