નવા રિંગ રોડ ઉપર ટેકો બેસી જતા નિર્માણાધીન બ્રિજ તોડી પડાયો

શહેરના નવારિંગ રોડ ઉપર કોરાટ ચોક પાસે રાત્રીના સમયે એક નવનિર્માણ બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ચકચાર જગાવી હતી અને તંત્ર દ્વારા બ્રિજના કાટમાળ હટાવવાની કામગીરી…

શહેરના નવારિંગ રોડ ઉપર કોરાટ ચોક પાસે રાત્રીના સમયે એક નવનિર્માણ બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ચકચાર જગાવી હતી અને તંત્ર દ્વારા બ્રિજના કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નબળી ગુણવતાનું મટીરીયલ વાપરી કૌભાંડ થયાની ચર્ચા જાગેલ ત્યારે રૂડા દ્વારા આ ઘટના મુદ્દે જણાવેલ કે, આ પુલ તૂટીયો નથી પણ અમારા દ્વારા પુલને ડિસમેન્ટલીંગ કરવામાં આવ્યો છે અને હવે નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે.

એમ એમ કે કોન્ટ્રાક, મેનેજર, મિતેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, આ પુલ તૂટ્યો નથી પણ અમારા દ્વારા પુલને ડિસમેન્ટલીંગ કરવામાં આવ્યો છે. અમારા એન્જિયરને જાણ થઈ હતી કે, એક ટેકો બેસી ગયો છે. આ ટેકો બેસવાને કારણે બ્રિજ નમી ગયો હતો.

ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન થાય તે માટે ડિસમેલ્ટલિંગ કરવામાં આવ્યું છે. પુલ કાસ્ટિંગ દરમિયાન ટેકાનું વેલ્ડિંગ તૂટી જતા સ્લેબ ચાર ઇંચ બેસી ગયો હતો જેથી આ કરવામાં આવ્યું હતુ. કોરાટ ચોક પાસે પાયો એક તરફ નમી ગયો હોવાને કારણે બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો છે. આ બ્રિજના તૂટેલા ભાગના કાટમાળને જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવી રહ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર મળ્યા નથી. ધરાશાયી થયેલા બ્રિજને હટાવવાની તાત્કાલિક કામગીરી ચાલી રહી છે.

શહેરના નવા રીંગનું કામ પુર જોશમાં ચાલુ છે. ફોરલેન રોડ બનાવવા માટે વચ્ચે આવતા મુખ્યમાર્ગો ઉપર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મોડી રાત્રીના સમયે કોરાટ ચોક નજીક નવનિર્માણ બ્રિજ નો એક હિસ્સો ધરાશાય થવાની ઘટના બનેલ અને આ મુદ્દે ચકચાર જાગેલ ઘટનાની જાણ થતા રૂડાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મુદ્દે કોન્ટ્રાક્ટર એમ.એમ.કેના મેનેજર મીતીષ પટેલે જણાવેલ કે, આ પુલ તુટીયો નથી અમારા દ્વારા ડિસમેન્ટલીંગ કરવામાં આવ્યો છે. તેમને વધુમાં જણાવેલ કે, બ્રિજ ના સ્લેબ માટે ઉભા કરવામાં આવેલ ટેકા પૈકી એક ટેકાનુ વેલટીંગ તૂટી જતા સ્લેબ ચાર ઇચ જેટલો નમી ગયેલ જેની રીપેરીંગ થઇ શકે તેમ ન હોય અને નિયમ મુજબ નવો બ્રિજ બનાવવો જરૂરી હોવાથી નમી ગયેલ બ્રિજને તોટી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જે પૂર્ણ થયા બાદ નવો બ્રિજ બનાવવામાં આવશે.
કોરાટ ચોક પાસે બ્રિજ તુટવાની ઘટના અંગે તંત્ર દ્વારા જણાવવામાં આવેલ કે, કાર્યપાલક ઈજનેરની સાઈટ વિઝીટ દરમ્યાન રોડની ડાબી બાજુ ચાલતા બ્રીજ-3માં પ્રથમ સ્લેબની ક્રોંકિટ પોરીંગ કામગીરી દરમ્યાન લગાવવામાં આવેલ સપોર્ટની નીચે સેટલમેન્ટ થવાને કારણે ચેનલમાં નુકશાન થયેલ જણાયેલ જેથી તકેદારીના ભાગરૂૂપે એજન્સીને આ સ્લેબનું તમામ ક્રોંકીટ તથા સ્ટીલ રીમુવ કરવાની સુચના અપાયેલ હોય એજન્સી દ્વારા સ્લેબ રીમુવ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે આ બ્રિજ / ફ્લાયઓવર શહેરના મુખ્ય માર્ગોને જોડતું મહત્વપૂર્ણ માધ્યમ બનશે. હાલમાં ટ્રાફિક ભીડ, સિગ્નલ પર લાંબી રાહ અને અકસ્માતોની શક્યતા જે રીતે વધી રહી હતી, તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળએ આયોજનબદ્ધ રીતે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. નિષ્ણાત ઇજનેરોની દેખરેખ હેઠળ આધુનિક ટેક્નોલોજી અને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી વડે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

બ્રિજ / ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય દરમિયાન સલામતીના તમામ ધોરણોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. કામ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાયવર્ઝન, સૂચનાત્મક બોર્ડ અને ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને આયોજન કરવામાં આવ્યું છે, જેથી શહેરીજનોને ઓછીથી ઓછી અસુવિધા થાય. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહનોના સ્ટોપેજમાં ઘટાડો થતાં પ્રદૂષણમાં પણ ઘટાડો થશે, જે પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *