ક્રિમિનલ બાર એસો.ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

રાજકોટ ક્રિમિનલ બારની 38 વર્ષ પહેલા મધુસુદનભાઈ સોનપાલ અને અમિતભાઈ જોષીએ જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાપના કરવામાં આવી હતી. ક્રિમીનલ બાર એશોસીએશન જુનીયર…

રાજકોટ ક્રિમિનલ બારની 38 વર્ષ પહેલા મધુસુદનભાઈ સોનપાલ અને અમિતભાઈ જોષીએ જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાપના કરવામાં આવી હતી.

ક્રિમીનલ બાર એશોસીએશન જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓને વાંચા આપેલ છે. નવા આવતા વકીલ મીત્રોને ક્રિમીનલ બાર એસોસીએશન હંમેશા માર્ગદર્શન પુરૂૂ પાડતું આવેલ છે. તમામ ક્ષેત્રો માં પ્રેકટીસ કરતા વકીલ મીત્રોના પ્રશ્નો અંગે અવાર નવાર હાઈકોર્ટ , બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને ડિસ્ટ્રીકટ જજ સમક્ષ રજુઆતો કરી સફળ નિરાકરણ કરતું આવેલ છે. ક્રિમીનલ બાર એસોસીએશનની તા.15/12/2025 ના રોજ સાધારણ સભા બોલાવવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં જુનીયર વકીલ મીત્રો હાજર રહેલા જેમાં સર્વાનુમતે સને-2025-2026ના વર્ષના હોદ્દેદારો ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

જેમાં ક્ધવીનર જયેન્દ્રસિંહ રાણા, સહ ક્ધવીનર નરેન્દ્રસિંહ ચાવડા, પ્રમુખ તુષારભાઈ બસલાણી, ઉપપ્રમુખ એલ.જે. રાઠોડ, સેક્રેટરી હિતેન્દ્રસિંહ જાડેજા, જો.સેક્રેટરી રાજકુમાર હેરમા, ટ્રેઝરર દિવ્યેશભાઈ મહેતા અને કારોબારી સભ્યો તરીકે મુકેશભાઈ પંડયા, કમલેશભાઈ રાવલ, અશ્વિનભાઈ ગોસાઈ, ઉજજવલ આર.રાવલ, પ્રવિણભાઈ સોલંકી, સુરેન્દ્રસિંહ જાડેજા, રમઝાન અગારીયા, પરેશ કુકાવા, યશવંતસિંહ ચાવડા, નેહલબેન જોષી, રશ્મિબેન જોષી અને કો.ઓપ. મેમ્બર તરીકે ધીમંતભાઈ જોષી અને ચીમનભાઈ સાંકળીયા, ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે.ક્રિમીનલ બાર એસોસીએશનના તમામ હોદેદારોને બાર એસોસીએશન ના પ્રમુખ પરેશભાઈ મારૂૂ, ભાજપ લીગલ સેલ ના ક્ધવીનર પિયુષભાઈ શાહ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, સીનીયર વકીલ લલીતસિંહ શાહી , અનીલભાઈ દેસાઈ, નલીનભાઈ જે. પટેલ, અમીતભાઈ જોષી, દિલીપભાઈ જોષી ,જયદેવભાઈ શુકલ, કિશોરભાઈ સખીયા, યોગેશભાઈ ઉદાણી, ગીરીશભાઈ બટ્ટ, જયંતકુમાર ગાંગાણી, તુલસીદાસ ગોંડલીયા, મહેશભાઈ ત્રીવેદી, કમલેશભાઈ શાહ, અમીતભાઈ ભગત, પી.સી.વ્યાસ, જયેશભાઈ બોધરા, ઈન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ ડોડીયા, મનીષભાઈ ખમ્બર વિગેરે વકીલોઓએ શુભેચ્છા પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *