ઉના એસ.ટી. બસમાંથી ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં નાસભાગ

ઉના એસ.ટી. બસ સ્ટેન્ડથી પોરબંદર જતી લોકલ બસમાંથી અત્યંત ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉના-પોરબંદર રૂૂટની બસ સવારે મુસાફરો સાથે બસ…

ઉના એસ.ટી. બસ સ્ટેન્ડથી પોરબંદર જતી લોકલ બસમાંથી અત્યંત ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉના-પોરબંદર રૂૂટની બસ સવારે મુસાફરો સાથે બસ સ્ટેન્ડથી રવાના થઈ હતી. શહેરથી આશરે 5 કિ.મી. દૂર ગીરગઢડા રોડ પર પહોંચતા જ બસ ચાલક જીવાભાઈ મકવાણાની નજર કેબિનના આગળના ભાગમાં સાપ પર પડી.

ચાલકે તાત્કાલિક સૂઝબૂઝ વાપરી બસથંભાવી દીધી અને મુસાફરોને જાણ કરી. સાપની જાણ થતાં જ મુસાફરો ડરી ગયા અને ફટાફટ બસમાંથી નીચે ઉતરી ગયા. સાપ ચાલકની કેબિનમાં હોવાથી કોઈ બસમાં જવાની હિંમત કરી શક્યું નહીં.તાત્કાલિક સ્નેક કેચર અશોક ભાઈ ચૌહાણને બોલાવવામાં આવ્યા. અશોકભાઈએ લગભગ અડધો કલાકની મહામુસીબત બાદ સાપને સલામત રીતે બહાર કાઢ્યો. સાપનું સફળ રેસ્ક્યુ થયા બાદ ચાલક સહિત તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *