ઉમિયાધામ સિદસર દ્વારા સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ અને મહાઆરતી યોજાઇ

શ્રી1ા શતાબ્દી મહોત્સવની પુર્ણાહૂતિ પ્રસંગે ભાદરવી પૂનમની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી: સૌરાષ્ટ્રભરનાં 30 જેટલા સંઘના પદયાત્રિકોનું ઉમિયાધામ પ્રમુખ-હોદ્દેદારો દ્વારા સ્વાગત કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર શ્રી ઉમિયા માતાજી…

શ્રી1ા શતાબ્દી મહોત્સવની પુર્ણાહૂતિ પ્રસંગે ભાદરવી પૂનમની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી: સૌરાષ્ટ્રભરનાં 30 જેટલા સંઘના પદયાત્રિકોનું ઉમિયાધામ પ્રમુખ-હોદ્દેદારો દ્વારા સ્વાગત

કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરમાં ગત 2024 માં મા ઉમિયા પ્રાગટયુના 12પ વર્ષ નિમિતે યોજાયેલ શ્રી 1મ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતીના ભાગરૂૂપે ઉમિયાધામ સિદસર સહીત સૌરાષ્ટ્રના 11 જીલ્લાના 70 થી વધુ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ સ્થાનીક ઉમિયા પરિવાર સમિતિ દ્રારા મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી તેમજ મહાપ્રસાદના આયોજનો ભવ્યાતિભવ્ય રીતે યોજાયા.

ગત 2024 માં ડીસેમ્બરમાં પાંચ દિવસના ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી બાદ શ્રી 1 શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતીના ભાગરૂૂપે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા દરેક જીલ્લા અને તાલુકા મથક ખાતે મહાકળશ પૂજન, મહારાસ અને મહઆરતીના કાર્યક્રમો યોજાયા હતા.સિદસરમાં મા ીમયાના પ્રાગટય દિન એટલે ભાદરવી પૂનમ તા. 7 ને રવિવારે સૌરાષ્ટ્રભરમાં વસતા પ્રત્યેક કડવા પાટીદાર રોજના 1 રૂૂપિયા લેખે વર્ષના 36પ રૂૂપીયા મા ઉમા કળશ યોજનામાં સહભાગી બની સમર્પણ દિનની ઉજવણી કરે તે હેતુસર ભાદરવી સુદ પૂનમના દિવસે સ્થાનીક ઉમિયા પરિવાર સમિતિ દ્રારા દરેક ગામ, તાલુકા મથક અને શહેરમાં મહા કળશ પૂજન, ના કાર્યક્રમ યોજાયા હતા. શહેર અને તાલુકા મથક ખાતે ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્રારા મહાકળશ પૂજન ની મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનો થયા હતા.

મા ઉમિયાના પ્રાગટયદિન ભાદરવી સુદ પૂનમ નિમિતે તથા શ્રી 1મ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે યોજાયેલ 11 કુંડી મહાયજ્ઞમાં ભાગ લેવા સૌરાષ્ટ્રના વિવિધ 30 જેટલા સંઘના પદયાત્રીકો તા. 7 સપ્ટે. રવિવારે સવાર સુધીમાં સિદસર પહોચ્યા હતા. રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, આદિત્યાણા, અન્ય જીલ્લા માંથી 2000 જેટલા પદયાત્રીકો મા ઉમિયાના સાનિધ્યમાં વાજતે-ગાજતે ડીજે ના સથવારે મા ના જયોધોષ સાથે ઉત્સાહપૂર્વક પહોચ્યા હતા. ઉમિયાધામ સિદસરના નવ નિયુકત પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ખજાનચી ભૂપતભાઈ ભાયાણી, ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, દિનેશભાઈ દેલવાડીયા, રમેશભાઈ સાપરીયા, અન્ય આગેવાનોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યુ હતુ. પાટીદાર એકતાના પ્રતીક રૂૂપે જુનાગઢથી મા ઉમાખોડલનો રથ પદયાત્રીકો સાથે સિદસર પહોંચ્યો હતો.

ઉમિયાધામના હોદેદારો દ્રારા રથ ને હંકારી મા નું સ્વાગત કર્યુ હતુ. ઉમિયાધામ સિદસર ખાતે ભાદરવી પૂનમે યોજાયેલા 11 કુંડી મહાયજ્ઞમાં યજમાન તરીકે રાજકોટના પરેશભાઈ તથા ભાવનાબેન ધમસાણીયા એ લ્હાવો લીધો હતો. સિદસર સાંધ્ય આરતીમાં 10 હજાર પદયાત્રીકો એ લ્હાવો લીધો હતો. જયારે ભાદરવી પૂનમે સરેરાશ 50 હજારથી વધુ ભાવીકો મા ઉમિયાના દર્શનનો લાભલીધો હતો. ઉમિયા માતાજી મંદિર સંસ્થાન સિદસર દ્રારા ભાવીકોની રહેવા તથા ભોજન પ્રસાદનું યોજનાબધ્ધ આયોજન કરવામાં આવ્યુ હતુ.રાજકોટ ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્રારા ભાદરવી પૂનમને તા. 7 સપ્ટે. ના રોજ સાંજે પ કલાકે સ્પીડવેલ ચોક શ્રીનાથધામ હવેલી પાસે, કેપીએસ કલબ આયોજીત ઉમા કા લાલ ગણપતી મહોત્સવના ગ્રાઉન્ડમાં મહાકળશ પૂજનનું તેમજ 5:45 કલાકે મહારાસ તથા આરતીના આયોજનમાં દિસરના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *