ગોંડલ પાસે 9 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયા

રાજકોટ ગોંડલ હાઇવે ઉપર ભરૂૂડી ટોલનાકા પાસેથી રાજસ્થાનના જોધપુરથી રૂૂ. 9 લાખના એમડી ડ્રગ્સ લઈને આવેલા 4 શખ્સોને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી લઇ રૂૂ.15 લાખનો…

રાજકોટ ગોંડલ હાઇવે ઉપર ભરૂૂડી ટોલનાકા પાસેથી રાજસ્થાનના જોધપુરથી રૂૂ. 9 લાખના એમડી ડ્રગ્સ લઈને આવેલા 4 શખ્સોને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી લઇ રૂૂ.15 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. આ દરોડાની તપાસમાં ડ્રગ્સનો જથ્થો ધોરાજીની કુખ્યાત મહિલાએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા શરૂૂ કરાયેલ જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ મુહિમ અંતર્ગત માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ દિશામાં અસરકારક કામગીરી કરતા રાજકોટ ગ્રામ્યની એસ.ઓ.જી.ની ટીમે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂૂ.9 લાખની કીમતનો 301 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. એસ.ઓ.જી. પોલીસને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે ચાર ઇસમો રાજસ્થાનના જોધપુરથી માદક પદાર્થનો જથ્થો લઈને અર્ટિગા કારમાં ધોરાજી તરફ જઈ રહ્યા છે.

આ બાતમીના આધારે ભરૂૂડી ટોલનાકા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ ગાડીને આંતરવામાં આવી હતી. વાહન અને આરોપીઓની સઘન તલાશી લેતા એક આરોપીએ તેના પગના ભાગે છુપાવેલ 301 ગ્રામ ખઉ ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીની ટીમે રૂૂ. 9 લાખનું 301 ગ્રામ એમડી અર્ટિગા તેમજ 5 મોબાઈલ મળી કુલ.15 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. એસઓજીએ ડ્રગ્સ સાથે કાસીમ ઇસ્માઇલભાઇ ગરાણા, શકીલ કાદરભાઇ જેઠવા, રૈયાઝ કાદરભાઇ ભુવર અને અરમાન કામીલભાઇ સીપાઇની ધરપકડ કરી હતી. ચારેયની પુછપરછ કરતા આ ડ્રગ્સ ધોરાજીની કુખ્યાત રૂૂખશાના ઉર્ફે રૂૂકલીએ મંગાવ્યું હોવાનું ખુલ્યું હતું.

આ સમગ્ર ઓપરેશન એસ.ઓ.જી. પી.આઈ. એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જી.જે. ઝાલા, પી.એસ.આઈ. પી.બી. મિશ્રા અને તેમની ટીમના એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂૂપકભાઇ બોહરા, ક્રિપાલસિંહ જાડેજા, વિજયભાઇ વેગડ, નૈમીષભાઇ મહેતા, મયુરભાઇ વિરડા, વિપુલ ગોહેલ, પ્રુથ્વિસિંહ ડોડિયા, વિજયગિરી ગોસ્વામિ, રણજીતભાઇ ધાંધલ, ડ્રાઇવર એ.એસ.આઇ. અમુભાઇ વિરડા, નવદિપભાઇ બાબરીયાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *