ગાડી પાર્ક કરવા મામલે સામસામી મારામારી, બે યુવાન ઘવાયા

મૂળ ધારીના અને હાલ કોઠારીયા રોડ શ્યામ પાર્કમાં રહેતા દર્શનભાઈ છગનભાઈ મકવાણા(ઉ.વ.18) સાથે ગાડી પાર્ક કરવા મામલે પાડોશમાં રહેતા રમજાન,સાહિલ અને પ્રવીણ સાથે થયેલી માથાકૂટનો…

મૂળ ધારીના અને હાલ કોઠારીયા રોડ શ્યામ પાર્કમાં રહેતા દર્શનભાઈ છગનભાઈ મકવાણા(ઉ.વ.18) સાથે ગાડી પાર્ક કરવા મામલે પાડોશમાં રહેતા રમજાન,સાહિલ અને પ્રવીણ સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી પોતાના મકાનમાંથી સામાન લેવા ગયેલા દર્શન પર રમજાન સહિત ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.આ ઘટનામાં પ્ર. નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

દર્શનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.14/09 ના રાત્રિના આઠેક વાગ્યા આસપાસ હું મારા ભાડેના મકાનથી કોઠારીયા સોલવન્ટમાં આવેલ મકાનમાં ઘરવખરીની ચીજ વસ્તુ લેવા ગયો હતો ત્યારે ત્યાં જ બાજુમાં રહેતા રમજાન તથા શાહીલે મને કહેલ કે તારે અહીં અમારી સોસાયટીમાં આવવાનું જ નહીં તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલ વા લાગેલ હતા આથી મેં તેઓને ગાળો બોલવાની ના પાડતા આ રમજાને તેની પાસે રહેલ છરી મને માથાના ભાગે મારી દીધેલ હતી અને સાહિલ મને ઢીકા પાટુ વડે મારવા લાગેલ હતો. આટલી વારમાં ત્યાં પ્રવીણ તેના હાથમાં લાકડાનો ધોકો લઈને આવેલ અને મને હાથના ભાગે ધોકા વડે મારવા લાગેલ હતો એમાં મને ડાબા હાથની કોણીના ભાગે મુંઢ ઇજા થયેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *