પીંડારા ગામની સગર્ભાનું પડી જતાં મોત
ઓખાના નવીનગરી વિસ્તારમાં આવેલા જલારામ આવાસ ખાતે રહેતા પંકજભાઈ જમનાદાસભાઈ તન્ના નામના 47 વર્ષના વેપારી યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના મોટાભાઈ મહેન્દ્રભાઈ તન્નાએ ઓખા મરીન પોલીસને કરી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મૂળ રહીશ જેશાભાઈ નાનુભાઈ બાંભણિયા નામના 42 વર્ષના માછીમાર યુવાન રવિવારે ઓખાના દરિયામાં ઇકરા-3 નામની બોટમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે હૃદયરોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેની નોંધ ઓખા મરીન પોલીસે કરી છે.
સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત
કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે રહેતા જશુબેન જગદીશભાઈ વારોતરીયા નામના 32 વર્ષના મહિલા આઠેક માસના સગર્ભા હોય, તેણી ગઈકાલે સોમવારે પોતાના ઘરે બાથરૂૂમ જવા માટે ગયા હતા. જ્યાં પડી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અગમ્ય કારણોસર તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવની જાણ મૃતકના પતિ જગદીશભાઈ પરબતભાઈ વારોતરીયા (ઉ.વ. 33) એ કલ્યાણપુર પોલીસને કરી છે.