રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી જુદા જુદા બે સ્થળે બે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

એક યુવાને ટ્રેકટરનો હપ્તો ચડી જતાં અને બીજાએ કામ ધંધો નહીં મળતા વખ ઘોળ્યું રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક પરિવારના માળા પિંખાયા હોવાની…

એક યુવાને ટ્રેકટરનો હપ્તો ચડી જતાં અને બીજાએ કામ ધંધો નહીં મળતા વખ ઘોળ્યું

રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક પરિવારના માળા પિંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં વધુ બે યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતના પ્રયાસ કર્યા હતાં. બન્ને યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર રાજકોટમાં માલધારી ફાટક પાસે આવેલ ગુલાબનગરમાં રહેતા પ્રવિણ ભીખાભાઈ ખરેત નામનો 23 વર્ષનો યુવાન રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં રામાપીર ચોકડી પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રવિણ ખરેત પાંચ ભાઈ બે બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં એક પુત્ર છે. યુવાને નવું ટ્રેકટર લીધું છે પરંતુ ધંધો નહીં ચાલતાં રૂપિયા 30 હજારનો છેલ્લો હપ્તો ચુકી જતાં આર્થિક સંકળામણથી વખ ઘોળ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં રાજકોટમાં રૈયાગામમાં રહેતાં ઈરફાન અબ્દુલભાઈ પટેલ નામના 38 વર્ષના યુવાને રાત્રીનાં સમયે અટલ સરોવર નજીક હતો ત્યારે કામધંધો નહીં મળતાં બેકારી અને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. ઈરફાન પટેલને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન બે ભાઈ એક બહેનમાં મોટો અને તેને સંતાનમાં બે પુત્ર છે. ઈરફાન પટેલ છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *