રમતા રમતા રવેશમાંથી પટકાતાં બે વર્ષની માસૂમ બાળકીનું મોત

નાના બાળકોને અગાસી ઉપર કે રવેશમાં એકલા રમતા મુકી દેતા વાલીઓ માટે ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં રમતા રમતા પહેલા માળે રવેશમાંથી પટકાતા…

નાના બાળકોને અગાસી ઉપર કે રવેશમાં એકલા રમતા મુકી દેતા વાલીઓ માટે ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં રમતા રમતા પહેલા માળે રવેશમાંથી પટકાતા પરપ્રાંતિય પરિવારની બે વર્ષની માસુમ બાળકીનુ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ બસ સ્ટેન્ડ સામે પટેલ લાઇક ડેકોરેશનમાં કામ કરતા અને પરિવાર સાથે રહેતા પ્રકાશભાઇ મહંતોની બે વર્ષની પુત્રી આરોષી તા. 28/9 ના રોજ સાંજે 4 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતી ત્યારે પહેલા માળે રવેશમાંથી રમતા રમતા પડી જતા માથે શરીરે ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આરોષી તેમની એક માત્ર દીકરી હતી. તેણી મકાનના પહેલા માળે માતા પાસે રવેશના ભાગે ઉભી હતી. જ્યાંથી લપસી ગઈ હતી. માતાએ પકડવાનો પ્રયત્ન કર્યો પણ પકડી શકી નહોતી. બનાવ અંગે જરૂૂરી કાગળ કાર્યવાહી કરી પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *