વાંકાનેરના લાલપરની ઘટના: લોખંડનું પીંજરું ઇલેક્ટ્રિક તારને અડી જતા સર્જાઇ કરૂણાંતિકા
વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાં પીલર ભરવા માટે થઈને લોખંડના પીંજરુ દીવાલ ઉપર બેસીને ફીટ કરતા હતા દરમિયાન બે વ્યક્તિઓને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં હસનભાઈ જલાલભાઈ શેરસીયાના પ્લોટમાં બાંધકામ ચાલી રહ્યું હોય પિલર ભરવા માટે થઈને ભારતભાઈ દિલીપભાઈ ભુરીયા અને ગોલુભાઇ પ્રતાપભાઈ ડાભી બંને પિંજરું ફીટ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા અને દિવાલ ઉપર બેસીને આ કામ કરતા હતા દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ઇલેક્ટ્રીક લાઈનમાં લોખંડનું પીંજરું અડી જવાના કારણે ભારતભાઈ તથા ગોલુભાઇને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને બંનેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન ભારતભાઈ દિલીપભાઈ ભુરીયાનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે