ભાવનગરમાંથી બે વાહનચોર ઝડપાયા

પોલીસે ત્રણ સ્કૂટર અને એક બાઈક મળી કુલ 2.30 લાખની કિંમતના વાહનો કબજે કર્યા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાર ચોરાવ વાહન સાથે બે શખ્સોને ઝડપી…

પોલીસે ત્રણ સ્કૂટર અને એક બાઈક મળી કુલ 2.30 લાખની કિંમતના વાહનો કબજે કર્યા

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાર ચોરાવ વાહન સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન જેલ ગ્રાઉન્ડ પાસે આવેલા ગવર્મેન્ટ ક્વાર્ટર નજીક બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી હતી.

આરોપીઓએ પોતાની ઓળખ નયન ઉર્ફે એન.કે. (23, ફાચરિયાવાડ) અને પિયુષ ઉર્ફે પિલ્લો (20, મફતનગર) તરીકે આપી હતી.પૂછપરછમાં બંને આરોપીઓએ વાહન ચોરીની કબૂલાત કરી હતી. તેમણે બે અન્ય સાગરિતોનાં નામ આપ્યાં હતાં દર્શન ભેંસલા અને એક સગીર. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ સ્કૂટર અને એક બાઈક મળી કુલ 2.30 લાખની કિંમતનાં વાહનો કબજે કર્યા છે. આ વાહનોની ચોરી નીલમબાગ અને ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી હતી. હાલ પકડાયેલા બંને આરોપીઓને નીલમબાગ પોલીસને સોંપવામાં આવ્યા છે. દર્શન ભેંસલા અને સગીર આરોપી હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *