મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેથી KTM બાઇક ચોરનાર બે વાહનચોર ઝડપાયા

રાજકોટ શહેરનાં ત્રીકોણબાગ પાસે આવેલા શુલભ સૌચાલ્ય પાસે વાહન ચેકીંગ દરમ્યાન બે શખ્સોને ચોરાઉ કેટીએમ બાઇક સાથે એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા બંનેની પુછપરછ…

રાજકોટ શહેરનાં ત્રીકોણબાગ પાસે આવેલા શુલભ સૌચાલ્ય પાસે વાહન ચેકીંગ દરમ્યાન બે શખ્સોને ચોરાઉ કેટીએમ બાઇક સાથે એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા બંનેની પુછપરછ દરમ્યાન આ કેટીએમ બાઇક મહીલા કોલેજ અંડરબ્રીજ પર આવેલા એલઆઇસીની ઓફીસ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
વધુ વિગતો મુજબ એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બોરીસાગરનાં માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફનાં હેડ કોન્સ્ટેબલ કનુભાઇ બસીયા , સાગરભાઇ અને રમેશભાઇ સહીતનો સ્ટાફ ત્રીકોણબાગ નજીક આવેલા શુલભ સૌચાલય પાસે વાહન ચેકીંગ કરતો હતો.

ત્યારે બે શખ્સો ત્યાથી કેટીએમ બાઇક લઇને નીકળતા બંનેને અટકાવ્યા હતા બંનેની પુછપરછ કરતા તેઓએ તેઓનાં નામ નાકરાવાડી નજીક પીપડીયા ગામે રહેતા સંજય ચતુર સોલંકી અને તેની સાથેનાં કાનો વીનુભાઇ મકવાણા હોવાનુ જણાવ્યુ હતુ . બંનેની પુછપરછ કરતા તેઓએ કાગળ નહી હોવાનુ જણાવ્યુ હતુ અને ત્યારબાદ સઘન પુછપરછ દરમ્યાન કબુલાત આપી હતી કે તેઓએ આ બાઇક મહીલા કોલેજ અંડર બ્રીજ પાસે પાર્ક કર્યુ હતુ ત્યાથી ચોરી કર્યુ હતુ . બંને સામે વાહન ચોરી સહીત ચારેક ગુના નોંધાઇ ચુકયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *