ઉત્તરાખંડમાં બે ગમખ્વાર અકસ્માત: બસ અને બોલેરો ખીણમાં ખાબકતાં 12નાં મોત

  ઉત્તરાખંડમાં 2 ભયાનક માર્ગ અકસ્માત સર્જાયા છે.રાજ્યમાં અલગ-અલગ બે સ્થળોએ સર્જાયેલા અકસ્માતોમાં કુલ 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે.…

 

ઉત્તરાખંડમાં 2 ભયાનક માર્ગ અકસ્માત સર્જાયા છે.રાજ્યમાં અલગ-અલગ બે સ્થળોએ સર્જાયેલા અકસ્માતોમાં કુલ 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. સોમવારે રુદ્રપ્રયાગમાં બોલેરો વાહન ખીણમાં પડવાથી 4 લોકોના મોત થયા હતા, જ્યારે મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર એક બસ પુલ પરથી નીચે પાણીમાં પડી જતાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ટિહરી જિલ્લામાં ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઈવે પર ગૂલર નજીક થયો. મંગળવારે સવારે મુસાફરોથી ભરેલી બસ લગભગ 100 મીટર નીચે નદીમાં ખાબકી ગઈ. અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા, જ્યારે 3 વર્ષની બાળકી સહિત 19 લોકો ઘાયલ થયા છે.

https://x.com/ANI/status/2122518689098711533?s=20

પ્રારંભિક અહેવાલો અનુસાર, બસમાં ૩૦ થી ૩૫ લોકો સવાર હતા. મંગળવારે સવારે જ્યારે વાહન ગુલર બજાર પાસેથી પસાર થઈ રહ્યું હતું, આ દરમિયાન અચાનક બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને બસ લગભગ ૧૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ ઘટનાની જાણ થતાં જ બ્યાસી અને ધાલવાલા ખાતે તૈનાત સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ જવાનો અને SDRFની ટીમોએ સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી.ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા; રાહત કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.

બચાવ ટીમોએ ખીણમાંથી લગભગ ૨૦ ઘાયલ મુસાફરોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ વહીવટીતંત્રે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. ખીણમાં અન્ય કોઈ વ્યક્તિ કે મુસાફર ફસાયેલા નથી ને, તે સુનિશ્ચિત કરવા માટે ઘટનાસ્થળે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

રુદ્રપ્રયાગમાં પણ આવી જ એક દુઃખદ ઘટના બની છે. રુદ્રપ્રયાગ જિલ્લાના બાંસવાડા-કંડાડા મોટર માર્ગ પર સોમવાર મોડી સાંજે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક બોલેરો વાહન અનિયંત્રિત થઈને રસ્તાથી આશરે 500 મીટર નીચે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માત સમયે વાહનમાં કુલ 10 લોકો સવાર હતા, જેઓ એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *