પૈસાની લાલચમાં બે કિશોરે ભુજના હવાઈ દળના ફોટા પાકિસ્તાની ગેંગસ્ટરને મોકલ્યા

ભુજના હવાઈ દળના મથક સહિતના સંવેદનશીલ વિસ્તારો ગાઝિયાબાદના સમાચાર માધ્યમમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટર (ઙઈંઘ) તરીકે કામ કરતો સરફરાઝ ધોગર ઉર્ફે સરદાર…

ભુજના હવાઈ દળના મથક સહિતના સંવેદનશીલ વિસ્તારો ગાઝિયાબાદના સમાચાર માધ્યમમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટર (ઙઈંઘ) તરીકે કામ કરતો સરફરાઝ ધોગર ઉર્ફે સરદાર ઉર્ફે ઝોરા સિંહ ધરપકડ કરાયેલા સગીરો સાથે સીધા સંપર્કમાં હતો. તેણે ગુજરાતના ભુજના વીડિયો અને ફોટા મોકલવા પર વધુ પૈસાની લાલચ આપીને મેસેન્જર અને બોટીમ એપ્સનો ઉપયોગ કર્યો હતો. બે સગીર મજૂરોએ ભુજમાં 14 દિવસ વિતાવ્યા, જ્યાં તેમણે રુદ્ર માતા એરફોર્સ બેઝ, ભુજિયો ટેકરી, આયના મહેલ અને પ્રાગ મહેલના વીડિયો અને ફોટા મોકલ્યા.

તેમના મોબાઇલ ફોનમાંથી અન્ય ઘણા જાહેર સ્થળોના વીડિયો પણ મળી આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમિયાન, ગજરૌલા અને ભોવાપુરના આ બે સગીર જાસૂસોએ બોટીમ એપ દ્વારા જોધપુર એરબેઝ, બિકાનેર, જેસલમેર, સુરતગઢ, ફલોદી, બાડમેર વગેરેના વીડિયો અને ફોટા પાકિસ્તાની ગેંગસ્ટર સરફરાઝને મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. આ બે સગીરો એરબેઝ પર પહોંચતા હતા અને રીલ બનાવવાના બહાના હેઠળ વીડિયો તેમના મોબાઇલ ફોનમાં સ્ટોર કરતા હતા. એરબેઝ, જેમાં મિગ-21, સુખોઈ-30 ખઊંઈં અને અન્ય ફાઇટર જેટ છે, રાજસ્થાનમાં નવા ફોરવર્ડ કમ્પોઝિટ એરબેઝનું બાંધકામ ચાલી રહ્યું છે. ધરપકડ કરાયેલા બિહારના વિવેક અને મેરઠના ગગન કુમારે જણાવ્યું હતું કે તેમને મેસેન્જર દ્વારા રાજસ્થાનના નવા એરબેઝના ફોટા અને વીડિયો મોકલવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે, તેઓ નિર્માણાધીન એરબેઝ સુધી પહોંચને પહેલી જ પોલીસ તેમના સુધી પહોંચી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *