ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોત

બે સગી બહેનો પાણી ભરવા ગઇ હતી, નાહવા પડતા બંન્ને ડૂબી ગઇ હતી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે…

બે સગી બહેનો પાણી ભરવા ગઇ હતી, નાહવા પડતા બંન્ને ડૂબી ગઇ હતી

ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડા ડૂબવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. બીજી તરફ, ભુજના રુદ્રમાતા ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યું નીપજ્યું હોવાના ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાથી (7 જુલાઈ) બપોરના સમયે હમીદાબાઈ અબ્દુલ્લા સમા (ઉં.વ.18) અને અફસાના સમા (ઉં.વ.16) નામની બે સગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન બંને બહેનો પાણીના ખાડામાં નહાવા પડી હતી. જોકે ખાડો ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ડૂબી હતી.

પાણીના ઊંડા ખાડામાં બંને બહેનો ડૂબી હોવાની સ્થાનિકોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેમાં એક કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢીને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.

જયારે બીજી ઘટનામા ભુજના રુદ્રમાતા ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યું નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *