રાજકોટની બી.જી.ગારીયા મેડીકલ કોલેજમાં નોકરી કરતા અને શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતાં યુવાન અને તેના સાળાને વિદેશમાં નોકરીની લાલચ આપી સુરતના એજન્ટે ફસાવ્યા હતા બન્નેને તેમની પત્ની સાથે મકાઉમાં નોકરી અપાવી દેવાનું કહી સુરતના રમેશ રાઠોડ નામના શખ્સે ટુરીસ્ટ વીઝા મકાઉ મોકલી નોકરી નહીં અપાવી રૂૂા.10.53 લાખની ઠગાઈ કર્યાની શાપર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બી.જી.ગારીયા મેડીકલ કોલેજમાં નોકરી કરતા અને શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતાં રવિભાઈ જીવાભાઈ પરમારે પોલીસને જણાવ્યું કે 2024માં તેના નાનાભાઈ રોહિતના લગ્ન ખર્ચના કારણે પરિવાર પર દેણું થઈ ગયું હોવાથી તેણે વિદેશમાં જઈ નોકરી કરી રૂૂપિયા કમાવવાનું વિચાર્યું હતું.
આ માટે તેણે તેના સાળા અલ્પેશભાઈ રમેશભાઈ ચાવડાને વાત કરતાં તેણે પણ સાથે આવવાનું જણાવ્યું હતું. આથી બંનેએ એજન્ટની તપાસ કરી હતી. આ સમયે તેના સંબંધી મારફતે આરોપી રમેશ રાઠોડનો સંપર્ક થયો હતો. આરોપીએ એજન્ટ તરીકેની ઓળખ આપી હું લોકોને અલગ-અલગ દેશમાં ટુરીસ્ટ વીઝાના આધારે મોકલી તે દેશમાં સારી એવી નોકરી અપાવી વિદેશમાં કાયમી કરી આપવાનું એજન્ટ તરીકેનું કામ કરું છું તેમ વાત કરી હતી.
આથી તે ચાર લોકો હોવાથી રશિયામાં જવાનું કહેતાં આરોપીએ હું રશિયાનાં વીઝા, ફલાઈટ ટિકિટો આપી તમે ત્યાં પહોંચો ત્યારે સારી હોટલમાં, બધાની નોકરી પાક્કી કરાવી આપીશ. તેના બદલામાં એક વ્યક્તિ દીઠ 3.50 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ શાપરમાં લગ્નપ્રસંગમાં આવેલા આરોપીએ રશિયાના વીઝા મળી શકે તેમ નથી પરંતુ મકાઉ વીઝા ફ્રી દેશ છે. અગાઉથી જ તમારી બધાની નોકરી પાકી કરાવી આપું છું. ત્યાં પહોંચો તે સાથે જચારેયની નોકરીની જવાબદારી મારી ઉપર તે માટે તમારે વ્યક્તિ દીઠ 2.90 લાખ આપવા પડશે તેમ કહેતાં તેમણે હા પાડી આરોપીને અગાઉના અને કટકે-કટકે મળી રૂૂા.5.67લાખ અને તેના સાળાએ રૂૂા. 4.86 લાખ મળી કુલ રૂૂા. 10,53 લાખ તેના, તેના પત્ની વર્ષાબેન, તેના સાળા અલ્પેશ અને અલ્પેશની પત્ની જાનવીબેનના વીઝા કરાવવા અને નોકરી અપાવવા તેમજ પરમેનેન્ટ કરાવવા આરોપીને આપ્યા હતા. તેના બદલામાં આરોપીએ ચારેયની ફલાઈટ ટિકિટો આપી, મેં તમારી નોકરી પાક્કી કરી આપી છે, ત્યાં પહોંચતા મારો માણસ આવી જશે અને બધી વ્યવસ્થા કરી દેશે તેમ કહેતાં ચારેય દિલ્હીથી બેન્કોક અને ત્યાંથી ગઈ તા. 17ના મકાઉ પહોંચ્યા હતા.
જયાંથી આરોપીને ફોન કરતાં તેણે તમારૂૂ બાકી રહેલ પેમેન્ટ પહેલાં પૂરૂૂ કરો ત્યાર બાદ કામ મળશે તેમ કહેતાં તેને નોકરી બાબતે પૂછતાં તમે તમારી રીતે જોઈલો તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બીજી તરફ તેણે તેના મોટાસાળાનો સંપર્ક કરી દિવસ ત્રણમાં ટુરીસ્ટ વીઝા પુરા થતાં હોવાથી તેના રીર્ટન ફલાઈટની ટિકિટોની વ્યવસ્થા કરતાં તમામ ગઈ તા. ર0ના પરત આવ્યા હતા અને અને આ મામલે શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
