જોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ છે, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માત…

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ છે, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જોડીયા નજીક કેશિયા ગામ પાસે અકસ્માતનો પ્રથમ બનાવ બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા રફિકભાઈ પિંજારા (ઉંમર વર્ષ 58) કે જેઓને જી જે 10 સીજી 5267 નંબરની કારના ચાલાકે હડફેટમાં લઈ લેતા ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયા હતા, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત નો બીજો બનાવ જોડિયા નજીક ખીરી ગામ વચ્ચે બન્યો હતો. ત્યાંથી બાઈક પર જઈ રહેલા સેધાભાઈ વાઘજીભાઈ ભાભર નામના પરપ્રાંતિય શ્રમિકને પુર ઝડપ આવી રહેલી જી.જે. -5 સી.એમ 9849 નંબરની કારના ચાલકે હડફેટ માં લેતા ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયા છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જોડીયા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

દારૂ ઝડપાયો
જામનગર માં શંકર ટેકરી નજીક સુભાષ પરા શેરી નંબર બે માં રહેતા રોહિત ચંદુભાઈ લીંબડ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં દારૂૂનો જથ્થો સંતાડ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી સી. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.

જે ધરોડા દરમિયાન રહેણાક મકાનમાંથી 30 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી મળી આવી હતી, તેમજ 25 લીટર દેશી પીવાનો દારૂૂ પણ મળી આવ્યો હતો.આથી પોલીસે દેશી વિદેશી દારૂૂ કબજે કરી લીધો છે, જયારે મકાન માલિક ઘરમાં હાજર ન હોવાથી તેને ફરારિક જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *