મોરબીના ઉદ્યોગપતિના આપઘાત પ્રકરણમાં યુવતી સહિત બેની ધરપકડ

મોરબીમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિને સિરામિક ફેકટરીમાં ચાર પાર્ટનરોએ 4.37 કરોડનો ચૂનો લગાડ્યો હતો અને મૃતક ઉદ્યોગપતિને પ્રેમસંબંધ હોય જે મહિલા પાત્રએ અન્ય ઇસમ સાથે મળીને…

મોરબીમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિને સિરામિક ફેકટરીમાં ચાર પાર્ટનરોએ 4.37 કરોડનો ચૂનો લગાડ્યો હતો અને મૃતક ઉદ્યોગપતિને પ્રેમસંબંધ હોય જે મહિલા પાત્રએ અન્ય ઇસમ સાથે મળીને લાખો રૂૂપિયા પડાવી બ્લેકમેલ કરી હેરાન પરેશાન કરતા કંટાળી ગયેલા ઉદ્યોગપતિએ આપઘાત કરી લીધો હતો સીટી એ ડીવીઝન પોલીસે ચાર પાર્ટનર, પ્રેમિકા સહીત છ વિરુદ્ધ માનસિક ત્રાસ આપી ધમકી આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપી પ્રેમિકા સહીત બેને ઝડપી લેવામાં આવ્યા છે.

ગત તા. 12 ઓગસ્ટના રોજ ટંકારાના ઉમિયાનગર ગામના રહેવાસી પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજાએ આરોપીઓ અમિતભાઈ વશરામભાઈ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઈ વિડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઈ હરખાભાઈ સાણંદીયા, મનીષાબેન કિરણભાઈ ગોહિલ અને અર્ચિતભાઈ મહેતા એમ છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના નાની બેન હીનાબેનના લગ્ન મૂળ હમીરપર હાલ મોરબી રવાપર ખાતે આવેલ એકતા પેલેસ એ ફ્લેટ નં 201 માં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (ઉ.વ.42) સાથે થયા હતા ગત તા. 11 ના રોજ ફરિયાદીના બનેવી અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું કારખાનાના ચાર ભાગીદારોએ રૂૂ 4.37 કરોડ પડાવ્યા હતા તેમજ મનીષાબેન ગોહિલ સાથે મૃતકને પ્રેમસંબંધ હતો જે મનીષાબેને આરોપી અર્ચિત મહેતા સાથે મળીને અશોકભાઈને બ્લેકમેલ કરી 70 થી 80 લાખ પડાવ્યા હતા.

જેથી કંટાળી જઈને ગત તા. 11 ના રોજ ફરિયાદીના બનેવી અશોકભાઈએ બપોરના સમયે ઝેરી દવા પી લીધી હતી અને હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું ચારેય ભાગીદારોના માનસિક ત્રાસ અને રૂૂપિયા પડાવી લેવાથી દવા પી આપઘાત કરી હોવાનું સુસાઈડ નોટમાં લખ્યું છે સુસાઈડ નોટ પણ મળી આવી છે એ ડીવીઝન પોલીસે ચાર પાર્ટનર, પ્રેમિકા સહિતના છ આરોપીઓ વિરુદ્ધ મરવા મજબુર કરવાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી પોલીસે આરોપી મનીષાબેન ગોહિલ અને અર્ચિત મહેતાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *