મેટોડામાં 33 હજારના ગાંજા સાથે માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ

મેટોડા માંથી પોલીસે 673 ગ્રામ ગાંજા સાથે મૂળ માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા સપ્લાયર તરીકે રાજકોટના નામચીન શખ્સનું નામ ખુલ્યું છે.…

મેટોડા માંથી પોલીસે 673 ગ્રામ ગાંજા સાથે મૂળ માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા સપ્લાયર તરીકે રાજકોટના નામચીન શખ્સનું નામ ખુલ્યું છે.

મળતી વિગતો મુજબ મેટોડા જીઆઈડીસીના પીઆઈ એસ.એચ. શર્મા અને તેમની ટીમે બાતમીના આધારે દરોડો પાડી અને રામભાઈ ઉકાભાઈ થાપલીયા (ઉ.વ.39, રહે. બાલસર ગામના પાટિયા પાસે, આર્શિવાદ સોસાયટી), અજમલ આરીફભાઈ પરમાર (ઉ.વ.25) અને કૌશર સલીમભાઈ મેતર (ઉ.વ.37) (રહે. બંને અર્જુન પાર્ક, આરએમસી કવાર્ટર, નાનામવા રોડ)ને ઝડપી લીધા આરોપી રામભાઈને બે શખ્સો ગાંજો આપવા આવવાના હતા જેથી પોલીસે વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. ગાંજાની કિંમત પોલીસે રૂૂા. 33650 ગણી હતી. બે મોબાઈલ ફોન સહિત કુલ રૂૂા. 38150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં ગાંજાના સપ્લાયર તરીકે કૌશરના ભાઈ બિલાલનું નામ ખૂલતાં તેની શોધખોળ શરૂૂ કરી છે. તમામ આરોપીઓ કેટલા સમયથી ગાંજાનો વેપલો કરે છે. ગાંજો કયાંથી લાવે છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂૂ કરી છે.

મેટોડા જી.આઇ.ડી.સી ના પી.આઈ એસ.એચ.શર્મા તથા પીએસઆઈ એન.બી.ઝાલા તથા એ.એસ.આઇ. મયુરસિંહ અનિરુધ્ધસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ. ઉપેન્દ્રસિંહ જીતુભા ગોહિલ તથા પો.કોન્સ. રવુભાઇ ટપુભાઇ ગીડા, રાજદીપસિંહ શુભરાજસિંહ ગોહિલ, નિતીનભાઇ ધીરજભાઇ મકવાણા, સુભાષભાઇ લાભુભાઇ લાવડીયા, પ્રવિણભાઇ મોહનદાસ મેસવાણીયા, અનિલભાઇ વિભાભાઇ ધ્રાંગાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *