મોરબી જિલ્લામાંથી તમંચા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે. મોરબી એસ.ઓ.જી ટીમને સંયુક્ત રીતે ખાનગીમાં મળેલ…


મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે.


મોરબી એસ.ઓ.જી ટીમને સંયુક્ત રીતે ખાનગીમાં મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા મોરબી તાલુકાના માણેકવાડા ગામની ઢોરાવાળા રસ્તાની સીમમા આવેલ તળાવ પાસેથી આરોપી શોહિલ ઉર્ફે બાડો સુલેમાનભાઇ સુમરા રહે. મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદુક નંગ-1 કિં.રૂૂ.3,000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.2,000/- કુલ કિંમત રૂૂપીયા- 5000નો મુદ્દામાલ મળી આવતા આરોપીને ઝડપી પાડી એસ.ઓ.જી ટીમ દ્વારા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.


માળીયા(મિં) ના વાગડીયા ઝાપા પાસે ક્ધટેનર યાર્ડ જવાના રસ્તેથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુક્તમાં મળેલ ખાનગી બાતમીના આધારે માળીયા(મિ) વાગડીયા ઝાપા નજીક ક્ધટેનર યાર્ડ જવાના રસ્તે આવેલ ઇંટુના ભઠ્ઠાની બાજુમાં આવેલ બંધ ચાની કેબીન પાસેથી આરોપી જાકીરહુશેન ઉર્ફે જાકલો અકબરભાઇ માલાણી રહે. માળીયા (મિં) માલાણી શેરી તા.માળીયા(મિ) વાળા પાસેથી હાથ બનાવટનો તમંચો નંગ-01 કિં રૂૂ. 5000 ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને વિરુદ્ધ માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *