કયાંથી લાવ્યા અને કોને વેચવાની હતી તે મામલે બન્નેની પૂછપરછ
ગોંડલ રોડ ખોડીયાર હોટલની પાસેથી માલવિયાનગર પોલીસે રૂૂ.97 લાખની માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોની ધરપકડ કરી તેને વન વિભાગના હવાલે કર્યા છે. પકડાયેલ શખ્સ મેંદરડાથી આ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)લાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી તેમની વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરની સુચના અન્યવે પી.આઈ જે.આર.દેસાઇના સીધા માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ કે.ડી.મારૂૂ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન બાતમી આધારે રાજકોટ શહેર ગોંડલ રોડ ખોડીયાર હોટલની પાસે જાહેર રસ્તામાંથી રૂૂ.97 લાખની બે ઇસમોને શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ માનપુર ગામ પ્લોટ વિસ્તાર, તા.મેંદરડા જી.જુનાગઢનો કાળુભાઇ નાગજીભાઇ ક્યાડા અને રાજકોટ બજરંગ નિવાસ મકાન, અંકુર નગર શેરી નં 8, જગદીશ ફ્લોર મીલની સામે, અંકુર મેઇન રોડ ઉપર રહેતો પ્રફુલભાઇ શૈલેષભાઇ ટોળીયા હોવાનું ખુલ્યું હતું. પકડાયેલ કાળુભાઇ મેંદરડાથી આ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) લાવ્યો હતો.
એફ.એસ.એલ.અધિકારી દ્વારા પ્રાથમીક પરીક્ષણ તપાસ કરી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાનુ જણાવતા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ 106 મુજબ કબ્જે કરી બન્નેને વનવિભાગને હવાલે કરવામાં આવ્યા હતા. કુલ. રૂૂ.97.25 લાખ નો મુદ્દમાલ કબજે કર્યો હતો.
માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ જે.આર.દેસાઇ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.ડી.મારૂૂ તથા એ.એસ.આઇ. હીરેનભાઇ પરમાર તથા કેતનભાઇ શેખલીયા તથા પો.હેડ.કોન્સ. અજયભાઈ વિકમા, કૃણાલસિંહ ઝાલા, તથા પો.કોન્સ. મનિષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજાએ કામગીરી કરી હતી. તથા એફ.એસ.એલ. અધિકારી એસ.જે. જોષીએ પ્રાથમીક પરીક્ષણ કરી અભીપ્રાય આપ્યો હતો.
