દારૂનો જથ્થો જામનગર જિલ્લામાં ઘુસાડી રહેલા બે શખ્સો ઝડપાયા

મહેસાણા થી ઇકો કારમાં ઈંગ્લીશ દારુ જામનગર જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી 192 નંગ…

મહેસાણા થી ઇકો કારમાં ઈંગ્લીશ દારુ જામનગર જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી 192 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે, અને ઇકો કાર કબ્જે કરી છે. જેને દારૂૂ સપ્લાય કરનાર મહેસાણા ના એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.

આદરોડા ની વિગત એવી છે કે એલસીબીની ટિમને ચોક્કસ બાતમી મળી હતી, કે લાલપુર તાલુકાના ઝાખર ગામના વિક્રમસિંહ ગૌતમસિંહ સોલંકી તેમજ અર્જુનસિંહ મનુભા જાડેજા, કે જેઓ મહેસાણા થી એક ઇકો કારમાં ઇંગ્લીશ દારૂૂનો જલ જથ્થો લઈને જામનગર તરફ આવી રહ્યા છે.

જે બાતમીના આધારે ખીજડીયા બાયપાસ ટુકડી પાસે એલસીબી ની ટીમે પરોઢિયે વોચ ગોઠવી હતી. જે દરમિયાન એક ઇકો કાર જામનગર તરફ આવતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદરથી 192 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો, અને તેની અંદર વિક્રમસિંહ સોલંકી અને અર્જુનસિંહ જાડેજા પણ મળી આવ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી કાર અને ઇંગ્લિશ દારૂૂ સહિત કુલ રૂૂપિયા 6.21.000 ની માલમતા કબજે કરી લીધી છે. પોલીસ ની પૂછપરછ દરમિયાન તેઓ મહેસાણા થી ઇંગ્લિશ દારૂૂ લાવ્યા હોવાની અને મહેસાણા જિલ્લાના કટોસણ ગામના ઉપેન્દ્રસિંહ ઝાલાએ આ દારૂૂ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસ નો દોર મહેસાણા સુધી લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *