જામનગરમાં જુલુસમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવનાર બે શખ્સોની ધરપકડ

  જામનગર શહેરમાં ઈદે મિલાદ ના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે પસર તન સે જૂદા કરી દેવાનો નારો લગાવ્યો હતો, જે…

 

જામનગર શહેરમાં ઈદે મિલાદ ના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે પસર તન સે જૂદા કરી દેવાનો નારો લગાવ્યો હતો, જે વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સુલેહ શાંતિના ભંગ બદલ સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, જે સાતેય આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે.

જામનગર શહેરમાં ગત ઈદે મીલાદના તહેવાર દરમિયાન દરબારગઢ વિસ્તારમાંથી એક ઝુલુસ નીકળ્યું હતું, જેમાં દરબારગઢ સર્કલ તેમજ બર્ધન ચોકના અમુક ઈસમો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવતા જોવામાં આવ્યા હતા, અને અલ્લાહુ અકબરના નારા લગાવતા હતા. જેમાં એક શખસ ઉપર લીલા કલરનો અને નીચે સફેદ કલરનો ઝંડા સાથે જનૂની નારામાં સર તને સે જ કરી દેવાનો ઓડિયો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું. આ પ્રકરણ માં દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વી. આર ગામેતી ખુદ ફરીયાદી બન્યા હતા, અને 7 આરોપીઓ મોહસીનખાન સલીમખાનુ પઠાણ, બિલાલ હાસમભાઈ નોંયડા, ઈમરાન સીદીકભાઈ કુરેશી. હારુનભાઈ કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ, સાહિલ કુરેશી, યુનુસ બહાઉદિનભાઈ બેલીમ સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસે તે તમામ આરોપીઓની ઓળખ કરી લઈ ધરપકડ કરી લીધી હતી, અને જામનગરની અદાલત સમક્ષ રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લેવા માટેની માંગણી કરવામાં આવી હતી જેમાં અદાલતે બે દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કરી છે. પોલીસ દ્વારા તમામના મોબાઇલ ફોન કબજે કરી લઇ આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *