વાવડી રોડ પર ન્યુ જયભારત સોસાયટીમાં રહેતાં પ્રેમજીભાઈ દેવજીભાઈ મકવાણા (ઉ.વ.31) લેન્ડમાર્ક હોન્ડા શો-રૂૂમમા નોકરી કરે છે.તેઓ ગઈ તા.16ના બપોરના ચારેક વાગ્યાની આસપાસ મિલનભાઈ પરસાણાની કાર શો-રૂૂમ પરથી તેમના ઘરે સૌરભ સોસાયટી રૈયા રોડ પર મુકવા ગયા અને બિલનુ પેમેન્ટ રૂૂ.11,400 રોકડા આપતા પેન્ટના ખિસ્સામા મુકેલ અને ગોંડલ ચોકડીએ જવા માટે રૈયા ચોકડી સુધી ગયેલ અને ત્યાથી સાંજના રૈયા ચોકડીએથી એક રીક્ષામાં બેસેલ અને રીક્ષામાં અન્ય ત્રણ પેસેન્જરો પણ બેસેલ હતા.
રૈયા ચોકડીથી ઈંદિરા સર્કલનો બ્રિજ ચડતા ઇંદિરા સર્કલથી આગળ આવતા બાજુમા રિક્ષામા બેઠેલ પેસેન્જરને ઉલટી ઉબકા થવા લાગતા રીક્ષા ચાલકને રિક્ષા ઉભી રાખવાનુ કહેલ અને રિક્ષા ચાલકે કહેલ કે,તમે બીજી રિક્ષામા જતા રહેજો આ મારુ સ્પેશિયલ ભાડુ છે.
તેઓએ પેન્ટના ખીસ્સામાં જોતા રોકડા રૂૂપીયા જોવામા આવેલ નહિ,જેમાં કુલ રોકડ રૂૂ.12 હજાર અને અસલ ડ્રાઇલીંગ લાઇસન્સ પણ હતુ. જેથી બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એલસીબી ઝોન-2 ની ટીમે રીક્ષા ગેંગના મુખ્ય સૂત્રધાર સંજય મગન બાંભણીયા (રહે. આજીડેમ પાસે માંડાડુંગરના ઢાળ પાસે) ને પકડી પાડી રોકડ રૂૂ.12 હજાર અને એક રીક્ષા કબ્જે કરી હતી.જ્યારે તેના સાગરીત ભૂરા શામજી સિંઘવ (રહે.વેલના થપરા, મોરબી રોડ) અને ભકુલ ઉર્ફે ઢેબો અનકુ સરનીયા (રહે. યુવરાજ નગર,આજીડેમ પાસે)ને ગઈકાલે સાંજે ગાંધીગ્રામ પોલીસના પીઆઇ મેઘાણીની રાહબરીમાં મસરીભાઈ, મુકેશભાઈ અને પ્રદીપભાઈ એ ઝડપી લીધા હતા.