રાજકોટ-જસદણમાં હૃદયરોગના હુમલામાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ

રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટ અને જસદણના જંગવડ ગામના બે આધેડના મોત નીપજતા…

રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટ અને જસદણના જંગવડ ગામના બે આધેડના મોત નીપજતા પરિવારરમાં શોકની લાગણી પ્રસરી છે.શહેરમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા જેન્તીભાઈભાઇ ઉકાભાઇ જાદવ (ઉ.વ.48) સાંજના સાડા છએક વાગ્યના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ બે ભાઇ ચાર બહેનમાં નાના હતા અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમાં જસદણના જંગવડ ગામે રહેતા ધીરૂૂભાઇ લવાભાઇ કટેશીયા (ઉ.વ.52) પોતાના ઘરે હતા.
ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજ્તા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યું છે.
ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *