ગુજરાતથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાતી નશાકારક દવાના રેકેટમાં વધુ બેની ધરપકડ

ગુજરાત ATS એ ’એટોમિડેટ’ નામની નશાકારક દવાને ગેરકાયદે રીતે એર કાર્ગો મારફતે થાઈલેન્ડ અને મલેશિયા મોકલતા ભૌતિક પદમણી અને ચેતન વાવડીયાને ATS એ દબોચી લીધા…

ગુજરાત ATS એ ’એટોમિડેટ’ નામની નશાકારક દવાને ગેરકાયદે રીતે એર કાર્ગો મારફતે થાઈલેન્ડ અને મલેશિયા મોકલતા ભૌતિક પદમણી અને ચેતન વાવડીયાને ATS એ દબોચી લીધા છે.

ગુજરાત ATS એ નશાકારક દવાઓની વિદેશમાં હેરાફેરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરી વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ’એટોમિડેટ’ નામની નશાકારક દવાને ગેરકાયદે રીતે એર કાર્ગો મારફતે થાઈલેન્ડ અને મલેશિયા મોકલતા ભૌતિક પદમણી અને ચેતન વાવડીયાને ATS એ દબોચી લીધા છે.

ATS દ્વારા અગાઉ સુરતથી નિકુંજ ગઢિયાની ધરપકડ કરવામાં આવી હતી, જેણે 28 ફેબ્રુઆરીએ નશાકારક દવાઓનો જથ્થો વિદેશ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ અલગ-અલગ ડમી ફર્મ બનાવીને દવાઓને ’મિસલેબલ’ (ખોટું નામ આપીને) કરી વિદેશી દેશોમાં મોકલતી હતી. 7 માર્ચે નિકુંજની ધરપકડ બાદ પોલીસને મળેલી કડીઓ પરથી ભૌતિક અને ચેતનની સંડોવણી બહાર આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ’એટોમિડેટ’ ડ્રગને હજુ સુધી ’શિડ્યુલ H’ (Schedule H) કેટેગરીમાં સામેલ કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડાયું છે, પરંતુ તે સત્તાવાર રીતે શિડ્યુલમાં ન હોવાથી આરોપીઓ તેનો જથ્થો ઓન-પેપર સરળતાથી ખરીદી લેતા હતા.

આ કાયદાકીય છટકબારીનો લાભ લઈને તેઓ નશાકારક દવાઓને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્લાય કરતા હતા. ATS હવે આ ગેંગના અન્ય સભ્યો અને આ દવાઓ કયા મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી ખરીદવામાં આવતી હતી, તેની તપાસ કરી રહી છે. વિદેશમાં બેઠેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ હવે સાયબર અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *