આશરે દોઢ માસ પહેલા 3 ફેબ્રુઆરીના દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાંથી ગૌમાંસના ઝડપાયેલ જથ્થા પ્રકરણે દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે દેવભૂમિ દ્વારકા એલસીબી ટીમે હાથ ધરેલ તપાસમાં રૂૂપેણ બંદર વિસ્તારના અન્ય બે આરોપીઓની સંડોવણી હોવાનું જણાઈ આવતા ગઈકાલે રૂૂપેણ બંદર નવી મસ્જીદ પાસે રહેતા મુસાભાઈ અલ્લારખાભાઈ રાડીયા તથા રૂૂપેણબંદરના નવી નિશાળ બાજુમાં રહેતા મહંમદહનીફ ઉર્ફે મુન્નાબાપુ અહમદમિંયા સૈયદની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.
આજરોજ બન્ને આરોપીઓને સાથે રાખી એલસીબી તથા દ્વારકા પોલીસના ડી-સ્ટાફ દ્વારા આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે માંસના જથ્થાનું વેચાણ કરતી જગ્યાએ જઈ ઘટનાસ્થળનું વિગતે પંચનામુ કરી જીણવટભરી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ ગુન્હાની તપાસ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં એલસીબી પીઆઈ બી.જે.સરવૈયાની રાહબરીમાં એલસીબી પીએસઆઈ બી.એમ.દેવમુરારી ચલાવી રહયા છે.
