શહેરમાં દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ખોડીયારનગરમાં રહેતા હેમભા નારુભા ડાભી નામના 58 વર્ષના આધેડ રાત્રીના સમયે પોતાના ઘરે અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ભારતીનગરમાં રહેતા નૌસાદભાઈ મુબારકભાઈ અંસારી નામના 51 વર્ષના આધેડ બપોરના સમયે રૈયા રોડ ઉપર પોતાની ઈલેક્ટ્રીકની દુકાને હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. બંને આધેડને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી બંને આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કર્યું હતું.
બંનેના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. હેમભા ડાભીને સંતાનમાં ત્રણ પુત્રી છે જ્યારે નૌસાદભાઈ અંસારીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. કોઠારીયા મેન રોડ ઉપર આવેલ વિવેકાનંદનગરમાં રહેતા શીવાભાઈ રવજીભાઈ લીલા નામના 83 વર્ષના વૃદ્ધને બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં આંતરડાનું ઓપરેશન કરાવ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગડકાવ થઈ ગયો હતો. હોસ્પિટલ પોલીસ ચોકીના પોલીસ કર્મીઓના માર્ગદર્શનથી પરિવાર દ્વારા શીવાભાઈ લીલાનું ચક્ષુદાન કરી ભગીરથ કાર્ય કર્યું હતું.
