પાટડીના સહજાનંદ CNG પંપ પર કારમાં આવેલા બે શખ્સોએ કર્મચારીને માર મારી લૂંટ ચલાવી

પાટડી-બજાણા રોડ પર આવેલા સહજાનંદ CNG પંપ પર વહેલી સવારે લૂંટની સનસનાટીભરી ઘટના બની હતી. કાળા રંગની ક્રેટા કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પંપના કર્મચારી…

પાટડી-બજાણા રોડ પર આવેલા સહજાનંદ CNG પંપ પર વહેલી સવારે લૂંટની સનસનાટીભરી ઘટના બની હતી. કાળા રંગની ક્રેટા કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પંપના કર્મચારી પર લાકડી વડે હુમલો કરી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. ઈજાગ્રસ્ત કર્મચારી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે કાર નંબરના આધારે તપાસ તેજ કરી છે.

ઘટનાની વિગત મુજબ, પોરડા ગામના વતની સુનીલ અરજણ રબારી (ઉંમર 20 વર્ષ) પાટડી-બજાણા રોડ પર સ્થિત સહજાનંદ ઈગૠ પંપ પર છેલ્લા 4 મહિનાથી રાત્રિ પાળીમાં ફરજ બજાવે છે. 22 જાન્યુઆરી, 2026ના રોજ સવારે આશરે 7:00 વાગ્યાના અરસામાં, જ્યારે સુનીલ અને તેનો સાથી કર્મચારી દક્ષેશ આચાર્ય પંપ પર હાજર હતા, ત્યારે GJ-13-CA-4147 નંબરની કાળા રંગની ક્રેટા કાર ત્યાં આવી પહોંચી હતી.

કારમાં સવાર બે શખ્સોએ કાચ નીચે ઉતારી કર્મચારી પાસે રહેલી રોકડની માંગણી કરી હતી. કર્મચારીએ પૈસા આપવાનો ઈનકાર કરતા બંને શખ્સો કારમાંથી નીચે ઉતર્યા હતા. એક શખ્સે સુનીલને પકડી રાખ્યો હતો, જ્યારે બીજાએ લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને પગ, સાથળ, હાથ અને પીઠના ભાગે આડેધડ લાકડીના ફટકા માર્યા હતા. ઝપાઝપી દરમિયાન હુમલાખોરો કર્મચારીના ખિસ્સામાંથી 4,400 રૂૂપિયાની રોકડ લૂંટીને કાર લઈ નાસી છૂટ્યા હતા.

ઘટના સમયે બીજો કર્મચારી દક્ષેશ આચાર્ય શૌચાલયમાં હતો, જે બહાર આવતા હુમલાખોરોને જોઈ ઓફિસ તરફ દોડી ગયો હતો. લૂંટ બાદ પંપના મેનેજર કલ્પેશને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત સુનીલને પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.ભોગ બનનાર કર્મચારીએ જણાવ્યું હતું કે તે હુમલાખોરોને ચહેરાથી ઓળખે છે. આ મામલે પાટડી પોલીસ મથકના ઙઈં બી.સી. છત્રાલીયાએ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કારના નંબર અને CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *