ગીરના જંગલમાં સિંહ દર્શનનોગેરકાયદેશોખવેરાવળના બે યુવાનોને ભારેપડી ગયો છે.જસાધાર રેન્જના વન વિભાગે અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશકરનાર સૈફુદ્દીન યુસુફ ભાદરકા અને ઝુબૈર મામદ ભાદરકા નામ ના બે શખ્સોને ઝડપીલઈ ₹50,000નો તોતિંગ દંડ ફટકાર્યો છે.વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જસાધાર રેન્જ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે કેટલાક શખ્સો રાતના સમયે પ્રતિબંધિત વિસ્તારમાં વાહન લઈને સિંહ દર્શન માટે ઘૂસ્યા છે. તાત્કાલિક નાકાબંધી કરી વન ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા પૂછપરછમાં તેઓએ સિંહના વીડિયો-ફોટા પાડીને સોશિયલ મીડિયામાં મૂકવાના ઈરાદે આવ્યા હોવાનું કબૂલ્યું હતું.
વન વિભાગે આ કેસને ગંભીરતાથી લઈ બંને આરોપી ઓ પાસેથી સ્થળ પર જ ₹50,000/-ની એડવાન્સ રિકવરી વસૂલી હતી.જસાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,ગીરનું જંગલ પિકનિક સ્પોટનથી. અહીં મંજૂરી વિના પ્રવેશ કરવો એ ગુનો છે. સિંહોની સુરક્ષા સાથે ચેડાં કરનારને છોડવામાં નહીં આવે.
જસાધાર રેન્જ દ્વારા જાહેર જનતાને અપીલ કરવા માં આવી છે કે ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરવો, વન્યપ્રાણીઓને હેરાન કરવા કે તેમનો પીછો કરવો એ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. સિંહ દર્શન માટે સાસણ-દેવળિયા પાર્કની કાયદેસર સફારી જ એકમાત્ર કાનૂની માર્ગ છે.
સૈફુદ્દીન ભાદરકા, ઝુબૈર ભાદરકા – રહે. પ્રભાસપાટણ, વેરાવળ ને ગેરકાયદે અભયારણ્યમાં પ્રવેશ, સિંહ દર્શન નો પ્રયાસ કર્યો હોય તેની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ દંડ ₹50,000/- વસૂલ જસાધાર રેન્જ, ગીર (પૂર્વ) વન વિભાગ એ કરતા એક રિલ્સની કિંમત ₹50,000 મા પડી હતી આ કિસ્સો સિંહ દર્શનના શોખીનો માટે કડક સંદેશ છે કે કાયદો તોડશો તો ખિસ્સા અને આબરૂૂ બંને ખાલી થશે.
