શહેરની ભાગોળે કુવાડવા-વાંકાનેર રોડ પર સુર્ય રામપરા ગામ પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે 2.193 કિલ્લો ગાંજાના જથ્થા સાથે રાજકોટનાં કુખ્યાત પેડલર સહિત બે શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસ પુછપરછમાં પેડલર ઓરીસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવી વાંકાનેર ઉતર્યો હતો અને ત્યાંથી રિક્ષા ચાલક મિત્રને તેડવા બોલાવી બન્ને રાજકોટ આવતાં હતાં પરંતુ રાજકોટ પહોંચે તે પહેલા જ એસઓજીની ટીમે રસ્તામાં જ બન્નેને દબોચી લીધા હતાં.
જાણવા મળતી વિગત મુજબ એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વિ. કે.ઝાલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ ફિરોજભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફને અગાઉ દારૂૂના કેસમાં પકડાયેલ શરદ દિલીપ દરજી તથા તેનો મીત્ર સોયબ ઇમ્તીયાઝ ચૌહાણ થોડી વારમાં સીએનજી રીક્ષા લઇને વાંકાનેર કુવાડવા રોડ ઉપરથી નિકળવાના છે અને તેઓના કબ્જામાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ બાતમીના આધારે ટીમ કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફના રોડ ઉપર આગળ સણોસરા ગામ જવાના રસ્તા પાસે સુર્યરામપરા ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ઓટો રીક્ષા ઉભેલ અને અંદર બે શખ્સો શંકાસ્પદ હાલતમાં બેસેલ અને પાછળ બેસેલ શખ્સના ખોળામાં એક કાળા કલરનો થેલો દેખાતા તુરત જ બન્ને શખ્સોને રીક્ષા સહીત કોર્ડન કરી નામ પોતાનુ નામ શરદ ઉર્ફે શિવો દિલીપ ભરખડા રહે- યાદવનગર શેરી નં 1 કોઠારીયા રોડ હાલ રહે- જુની ખડપીઠ ), બીજા શખ્સે પોતાનુ નામ સોયબ ઇમ્તીયાઝ ચૌહાણ (રહે. માંડાડુંગ2 આજીડેમ ચોકડી) હોવાનુ જણાવેલ હતુ. એસઓજીની ટીમે શરદ ઉર્ફે શિવો ભરખડાના કબ્જામાં રહેલ કાળા કલરનો થેલો જોતા તેમાં એક કાપડની થેલીમાં અંદર પ્લાસ્ટીકની કોથળીમાં અંદર વનસ્પતિજન્ય બીજ સહીતનો પદાર્થ ભરેલ હતો. જે પદાર્થ આરોપીને પૂછતાં ગાંજો હોવાનું કબૂલાત આપતાં બંને શખ્સોની ધરપકડ કરી રૂૂ.1.09 લાખનો 2.193 કિલોગ્રામ ગાંજો, બે મોબાઈલ, ઓટો રીક્ષા અને રોકડ મળી કુલ રૂૂ.3.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ પુછપરછમાં શરદ ઉર્ફે શિવો પોતે ઓડીસ્સા ખાતેથી ગાંજો લાવેલ છે અને તે પોતે ઓડીસ્સાથી રાયપુર ગયેલ અને રાયપુરથી વાંકાનેર સુધી ટ્રેનમાં આવેલ હતો. વાંકાનેરથી પોતે પોતાના મીત્ર સોયબને તેડવા માટે બોલાવેલ હોય અને પોતાની પાસે ગાંજાનો જથ્થો હોય રૂૂ.1 હજાર દેવાની વાત કરતા સોયબ રીક્ષા લઇને તેડવા આવેલ હોવાની કબૂલાત આપતા પોલીસે બન્નેની ધરપકડ કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ તપાસમાં પકડાયેલ શરદ ઉર્ફે શીવો અગાઉ પણ 300 ગ્રામ ગાંજા સાથે તેમજ દારૂૂના અનેક ગુનામાં ઝડપાઈ ચૂકેલ છે. તે આ સાતમી વખત ઓડીસાથી ગાંજો લઈ આવતો હતો અને એસઓજીની ટીમના હાથે ઝડપાઈ ગયાનું જાણવા મળ્યું છે.
