ગુરૂૂજીનગર આવાસ ક્વાર્ટરમાં રહેતી વેપારી મહિલા પાસેથી તેમની કાર એક દિવસ ભાડે લઈ જવાનું કહી લઈ ગયા બાદ પરત ન આપી પાડોશી શખ્સ સહિત બે શખ્સોએ છેતરપીંડી કર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, સાધુ વાસવાણી રોડ પર ગુરૂૂજીનગર આવાસ યોજના ક્વાર્ટર નંબર 597 માં રહેતા ઇલાબેન રાજુભાઈ મારૂૂ(ઉ.વ 48) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશી પારસ લાભુભાઈ પરમાર અને તેના મિત્ર સમીર જામના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ રૈયા ગામમાં ક્રિષ્ના સિલેક્શન નામની દુકાન આવેલી છે. ગઈ તા. 28/1 ના બપોરે પાડોશી પારસ પરમારનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, મારા મિત્ર સમીર જામને એક દિવસ માટે કારની જરૂૂરિયાત છે અને તે તમને રૂૂપિયા 3000 ભાડું ચૂકવશે તમારે કાર ભાડે આપવી છે? તેવી વાત કરતા મહિલાએ કહ્યું હતું કે, હું તેને ઓળખતી નથી જેથી પારસે કહ્યું હતું કે, ગાડીની જવાબદારી મારી રહેશે જેથી મહિલાએ હા કહી હતી. બાદમાં મહિલાનો પુત્ર કિશન આ ગાડી પારસના મિત્ર સમીર જામને આપવા માટે ગયો હતો.
બીજા દિવસે તા. 29/1 ના સમીરને ગાડી પરત આપવા માટે ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. જેથી પારસને ફોન કરતા તેણે કહ્યું હતું કે, સમીરે કહ્યું છે કે આઠેક વાગ્યે ગાડી આપી જઈશ તેવી ગોળગોળ વાતો કરી હતી. પરંતુ ત્યારબાદ આજદિન સુધી મહિલાની કાર તેમને પરત આપી ન હોય અંતે મહિલાએ આ બંને શખસો વિરુદ્ધ વિશ્વાસઘાત કરી કાર હંકારી ગયા હતાં.
