રેલવેના ફાટક ઉપરથી બેટરી ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

રેલ્વે ફાટકના સિગ્નલ ઉપર થી બેટરી ચોરી કરતા બે શખ્સોને એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી લઇ ચોરાઉ બેટરી સહીત રૂૂ.68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ…

રેલ્વે ફાટકના સિગ્નલ ઉપર થી બેટરી ચોરી કરતા બે શખ્સોને એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી લઇ ચોરાઉ બેટરી સહીત રૂૂ.68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે તપાસમાં હજુ વધુ ચોરીના ભેદ ખુલે તેવી શક્યતા છે.

 

મળતી વિગતો મુબજ હે શહેર તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશન ખાતેના અનડીટેક્ટ ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલસીબી ઝોન-1ના પીએસઆઈ એમ.કે.મોવલીયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ઝોન-1 ટીમના એ.એસ.આઇ મનરુપગીરી ગૌસ્વામી તથા જગદીશસિંહ પરમાર તથા રવિરાજભાઇ પટગીર નાઓની સંયુક્ત બાતમી આધારે હડમતીયા ગામ થી ગવરીદળ ગામ તરફ જતા બિલેશ્વર મંદીર વાડી રસ્તે વીડી ખાતેથી બેટરીઓ સાથે પકડી પાડી જેઓની પુછપરછ દરમ્યાન આરોપીઓએ બેટરીઓ રેલવે ફાટક સિગ્નલોમાંથી ચોરી કરીને મેળવેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી રાજકોટ રેલવે પ્રોટેકશન ફોર્સ પોલીસ સ્ટેશનનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ થયેલ છે.

પકડાયેલ આરોપિતમાં શનિ પરસોતમભાઇ ગોધાણી ઉ.વ 23 (રહે મોરબી રોડ જકાતનાકા સ્મશાન પાસે ભરતભાઇ પટેલની વાડીમાં રાજકોટ મુળ વતન ઘીયાવડ તા.વાંકાનેર જી મોરબી) અને મહેશ વલ્લભભાઇ સોલંકી (ઉ.વ 40 રહે મોરબી રોડ સિલ્વર પાર્ક શેરી નં 3 વલ્લભભાઇ દેવીપુજકના મકાનમાં ભાડેથી રાજકોટ) પાસેથી લખેલ કાળા કલરની બેટરીઓ રૂૂ 13500ની કીમતની 9 બેટરી તેમજ હોન્ડા સહીત કુલ રૂૂ. 68,500 નો મુદામાલ કબ્જે કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *