શહેરના રૈયા રોડ પર સુભાષનગર તેમજ આઝાદ ચોક પાસે ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. બંને પાસે મોબાઇલ કબજે લેવામા આવ્યા છે.
સૌપ્રથમ બનાવમા એલસીબી ઝોન ર ની ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા, કુલદીપસિંહ રાણા, શકિતસિંહ ગોહિલ અને હેમેન્દ્રભાઇ વાઢીયા સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે રૈયા રોડ પર નહેરૂનગર નજીક પાસેથી કાસીમ દિલાવરભાઇ હાલા (ઉ.વ. 33) (રહે. સુભાષનગર રૈયા રોડ શેરી નં 1ર) ને અટકાવી તેની પુછપરછ કરતા પોતે કાંઇ જવાબ આપતો ન હોય તેમજ તેનો મોબાઇલ ચેક કરતા ઓસ્ટ્રેલીયામા ચાલી રહેલી બીગ બેસ લીગની મેચ પર ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતો હતો અને તેમના મોબાઇલમાથી પ0 હજારનો સોદો કર્યો હતો તેમજ મોબાઇલમા ડીપોઝીટ ર.પ0 લાખ મળી આવી હતી અને તેમનુ આઇડી કાસીમ 0470 હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી તેમની પાસેથી મોબાઇલ જપ્ત કરી તેમની સામે જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી.
જયારે બીજી ઘટનામા ક્રાઇમ બ્રાંચના એએસઆઇ ચેતનભાઇ ચાવડા સહીતના સ્ટાફે રૈયા રોડ પર આઝાદ ચોક પાસેથી બાતમીના આધારે ધર્મેશ છેલશંકર વ્યાસ (રહે. સીતાજી ટાઉનશીપ, સી વીંગ, ફલેટ નં 306, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ) ને ઝડપી પાડયો હતો અને તેમનો મોબાઇલ ચેક કરતા તેમના મોબાઇલમાથી ઇન્ડીયા અને વેસ્ટ ઇન્ડીઝની મહીલા ટીમો વચ્ચે ચાલતી ક્રીકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી તેમની પુછપરછ કરવામા આવી હતી અને આ રાધે એક્ષચેંજ નામની આઇડી કોણે આપી એ અંગે હાલ તપાસ કરવામા આવી રહી છે.
